અમદાવાદમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. જેને હાલમાં જ શનિ-રવિવાર બે દિવસનો કર્ફ્યું લગાવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં અમદાવાદ સહિત અન્ય 3 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું યથાવત છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ ડે. મ્યુનિ. કમિશનર આર. કે. મહેતાને બીજી વખત કોરોના થયો છે.
અમદાવાદ ડે.મ્યુનિ.કમિશનરને થયો ફરી કોરોના
આર કે મહેતા હોમ આઈસોલેટ થયા
બંને વખત લક્ષણો વગર થયો કોરોના
અમદાવાદ ડે. મ્યુનિ. કમિશનર બીજી વખત કોરોનાની ઝપેટમાં
અમદાવાદમાં હાલ કોરોના સંક્રમિત સંખ્યા સતત વધી રહી છે. ત્યારે શહેરમાં બીજી વખત કોરોના થઇ રહ્યો હોવાના કેસો સામે આવી રહ્યાં છે. અમદાવાદ ડે. મ્યુનિ. કમિશનર આર. કે. મહેતાને બીજી વખત કોરોના થયો છે.
આર કે. મહેતા હોમ આઇસોલેટ થયા
ડે. મ્યનિસિપલ કમિશનર આ અગાઉ જૂન માસમાં પણ કોરોના સંક્રમિત જોવા મળ્યાં હતા. જો કે બંને વખત આર. કે. મહેતામાં લક્ષણો વગર કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે હાલમાં તેઓ હોમ આઇસોલેટ થયા છે. અમદાવાદમાં કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે ત્યારે Dy. AMC સહિત 4 અધિકારીઓને ફરી કોરોના થતા દાણાપીઠ કચેરીના છઠ્ઠા માલના તમામ વિભાગો બંધ કરવામાં આવ્યાં છે.
અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ બાદ તંત્ર હરકતમાં
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે હવે શહેરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ વધારવામાં આવ્યા છે. આજથી વધુ 60 વેન્ટિલેટર બેડ કાર્યરત કરાયા છે. તંત્ર દ્વારા આગામી સમયમાં વેન્ટિલેટર બેડની ક્ષમતા 350 કરાશે.
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ
અમદાવાદની વાત કરીએ તો ગઇકાલે એક જ દિવસમાં 344 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં સૌથી વધુ 13 લોકોના મૃત્યું થયા હતા. શહેરમાં હજુ પણ 3340 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં કોરોનાના કેસની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હાલમાં વધેલું જોવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ વધુ 1487 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના કારણે એક જ દિવસમાં 17 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 4 મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 344, સુરતમાં 270, વડોદરામાં 172 તેમજ રાજકોટમાં 154 નવા કેસ નોંધાયા છે.