Team VTV10:40 AM, 01 Aug 20
| Updated: 11:27 AM, 01 Aug 20
ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોરોનાના કારણે રાજ્યમાં ચાલી રહેલા સરકારી કેટલાંક પ્રોજેક્ટો પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગણાતાં BRTS પ્રોજેક્ટ પર કોરોના સ્પીડ બ્રેકર બન્યું છે. હાલ તંત્ર દ્વારા આ વર્ષે 600 નવી ઇલેકટ્રિક બસ ખરીદી પર રોક લગાવી તેમાંથી 300 બસનો ઓર્ડર રદ્દ કરાયો છે.
અમદાવાદ BRTSના ડ્રીમ પ્રોજેક્ટ પર કોરોના બન્યું સ્પીડ બ્રેકર
ચાલુ વર્ષમાં નવી 600 ઇલેક્ટ્રિક બસ ખરીદવાની હતી
જેમાથી 300 ઇલેક્ટ્રિક બસનો ઓર્ડર રદ્દ કરાયો
ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં પણ કોરોના અનેક ડ્રીમ પ્રોજેકટમાં સ્પીડ બ્રેકર બન્યું છે.
આમ રાજ્યમાં કોરોનાના કારણે સરકારના ઘણા એવા પ્રોજેક્ટ છે જેમાં કોરોનાની અસર જોવા મળી રહી છે. જેમાં અમદાવાદની વાત કરીએ તો શહેરના ડ્રીમ પ્રોજેક્ટ સમાન BRTS પ્રોજેક્ટ પર કોરોના સ્પીડ બ્રેકર બન્યું છે.
તંત્ર દ્વારા ચાલુ વર્ષમાં નવી 600 ઇલેક્ટ્રિક બસ ખરીદવાની હતી. જેમાંથી 300 ઇલેક્ટ્રિક બસનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે. આમ સબસીડી વગરની 300 બસની ખરીદી પર રોક લગાવાઇ છે. જેનો 10 વર્ષનો મેન્ટેનન્સ સાથે ખર્ચ 1255 કરોડનો હતો. જો કે સબસીડીવાળી ઇલેક્ટ્રિક 300 બસનો ઓર્ડર યથાવત રખાયો છે.