Ahmedabad cyber police caught man who merry with 50 girls
છેતરપિંડી /
મેટ્રિમોનિયલ સાઈટથી ચેતજો : આ ફ્રોડ સૈયાએ 50થી વધુ યુવતીઓ સાથે કર્યા વિવાહ
Team VTV02:01 PM, 18 Jan 21
| Updated: 02:03 PM, 18 Jan 21
લગ્નને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે પણ અગર કોઈ એક જ જનમમાંજ ઘણા બધા અલગ અલગ લોકો સાથે લગ્ન કરી લે તો? હા જો તમે પણ મેટ્રીમોનિયલ સાઈટ પરથી વર કે વધૂ પસંદ કરવાના હોવ તો આ કિસ્સો એક વાર વાંચી લો.
અનેક યુવતીઓ સાથે સંબંધ રાખનાર આરોપી ઝડપાયો
મેટ્રોમોનિયલ સાઈટ ઉપરથી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો
ગુજરાત અને અન્ય રાજ્યોની યુવતીઓનું પણ શોષણ કર્યુ
શું તમે પણ મેટ્રીમોનિયલ સાઈટ પરથી જીવનસાથી પસંદ કરવાના છો? તો તમને જાણીને નવાઈ લાગશે કે, એક માણસે આ રીતે ઓનલાઈન એપની મદદથી 50થી વધુ યુવતીઓ સાથે લગ્ન કરી લીધા છે.
અનેક યુવતીઓ સાથે સંબંધ રાખનાર આરોપી ઝડપાયો છે. આ ફ્રોડ સૈયા મેટ્રોમોનિયલ સાઈટ ઉપરથી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. માત્ર ગુજરાતની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની યુવતીઓનું પણ આ નરાધમે શોષણ કર્યુ છે અને આખરે અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે.
કોણ છે ફ્રોડ સૈયા?
અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપએલા આરોપીનુ નામ સંદિપ મિશ્રા હોવાનું ખુલ્યું છે. એક પછી એક યુવતીઓ સાથે છુટાછેડા થયા બાદ યુવતીઓને ફસાવવાના કારસ્તાન રચતો હતો.