બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ-રેલવે પોલીસે કરી આરોપીની ધરપકડ
Last Updated: 05:55 PM, 4 February 2025
Ahmedabad : મહાકુંભના મેળામાં બોમ્બની ધમકી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલ મહાકુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો છે. આ કાર્યવાહી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નોંધનિય છે કે, શખ્સ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જે બાદમાં તપાસને અંતે હવે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હાલમાં ગાંધીધામમાં શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવતાં અરુણ જોશીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક અસામાજિક તત્ત્વો માટે મહાકુંભ નિશાના પર છે. આ દરમિયાન એક ઇસમ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. વિગતો મુજબ આ ઇસમ દ્વારા મોબાઈલથી મેસેજ કરી મહાકુંભ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ અને રેલવેમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. મેસેજમાં પાકિસ્તાન અને ધાર્મિક લખાણો પણ ઉલ્લેખ કરાયો હતો. આ તરફ બ્લાસ્ટની ધમકીને પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને આ મામલે ગંભીરતાથી તપાસ આદરી હતી.
ADVERTISEMENT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આરોપી
મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મામલે ઝીણવટભરી તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલથી મેસેજ કરી બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ પોલીસે આરોપીની અટકાયત બાદ પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. આ તરફ પ્રાથમિક પૂછપરછમાં આરોપીનું નામ અરુણ જોશી હોવાનું અને તે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલમાં આ આરોપી ઇસમ ગાંધીધામમાં શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવતો હોવાનું પણ ખૂલ્યું છે.
નોંધનિય છે કે, આ અરુણ જોશી નામના ઇસમે અલ્લાહુ અકબર, પાકિસ્તાન જિંદાબાદ લખી 12-2-2025ના રોજ મહાકુંભ અને અમદાવાદ એરપોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેસેજ લખી મોકલ્યો હતો. જોકે પોલીસ પણ એક્શન મોડમાં હોઇ આ મેસેજથી પોલીસે તાત્કાલિક અસરથી બ્લાસ્ટની ધમકી આપનારની સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાયો હતો.
વધુ વાંચો : ગુજરાતમાં વધુ એક ગાદીનો વિવાદ, તોરણીયા આશ્રમના મહંતોના એકબીજા પર ગંભીર આક્ષેપ
હવે પોલીસ કરશે ઝીણવટભરી તપાસ
મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે પોલીસે આરોપીની અટકાયત કરી ઝીણવટભરી તપાસ આદરી છે. આ સાથે હવે પોલીસ શાકભાજીની લારી ધરાવનાર શખ્સની પૂછપરછ કરશે. આ શખ્સ આંતકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે અથવા તો ફક્ત આનંદ ખાતર ધમકી આપી હતી કે, પછી અન્ય કોઈ ઇરાદાને પાર પાડવા બ્લાસ્ટની ધમકી આપી હતી ? જેવા અનેક કારણોની પોલીસ તપાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.