બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા, પોસ્ટ ઓફિસ પાર્સલમાંથી 3.50 કરોડની કિંમતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત
Last Updated: 11:53 PM, 22 June 2024
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક વખત વિદેશી પાર્સલો માંથી ડ્રગ્સ મળી આવ્યું છે. અગાઉ મળેલ પાર્સલ મામલે નબીરાઓની પુછપરછ દરમિયાન મળતી માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમાં પોસ્ટ ઓફિસમાં આવેલા 58 પાર્સલો મળી આવ્યા હતા. 58 પાર્સલોમાંથી 3.50 કરોડની કિંમતનો 11.601 ગ્રામ હાઇબ્રીડ ગાંજો, વનસ્પતિ અને 60 જેટલી લિક્વિડ ફોર્મમાં બોટલો પણ મળી આવી હતી. આ તમામ પાર્સલો યુએસએ કેનેડા અને યુકેથી અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા શહેરના નબીરાઓ ગાંજો મંગાવતા હતા. પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કેટલાક મોટા ડ્રગ્સ પેડલરની પણ માહિતી મળી
ADVERTISEMENT
આ બાબતે ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓ જણાવ્યું હતું કે, કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે જે આવેલા પાર્સલો હતા. એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો. એ કેસની તપાસની પૂછપરછ દરમ્યાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર તેમજ કેટલાક મોટા ડ્રગ્સ પેડલરની કેટલીક માહિતી અમને મળી હતી. તેમજ તે ઉપરાંત જે ટીનેજર્સ છે તેમને ખ્યાલ હોતો નથી. કે તેઓ શું મંગાવે છે.
તમામ પાર્સલો વિદેશથી આવેલા છે
જે બાદ કેટલીક ટીનેજર્સનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. જે કાઉન્સીલીંગનાં આધારે અમને ફરી માહિતી મળી હતી. કે ડ્રગ્સનો મોટો જથ્થો અમદાવાદ આવવાનો છે. જે બાદ આ મામલે કસ્ટમ વિભાગને જાણ કરતા કસ્ટમનાં સંકલનમાં રહીને રેડનું આયોજન કર્યું હતું. તેમજ આ જે પાર્સલ આવેલા છે. તે તમામ પાર્સલો વિદેશથી આવેલ છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.