Team VTV04:10 PM, 18 Dec 20
| Updated: 04:17 PM, 18 Dec 20
રૂપિયા કમાવવા માટે લોકો કોઇ પણ હદ સુધી જતા હોય છે, જે સાબિત કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે બેન્ક મેનેજરની મદદથી મિત્ર પાસે આવેલા 1.40 કરોડ રૂપિયા પોતાની માતાના ખાતામાં નખાવી દેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
બેન્કમાં પપ લાખ રૂપિયાનું બેલેન્સ હોવાનું કહ્યું
છેતરિપંડીની ફરિયાદ
તુલસીરામના ખાતામાં 856 રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું
યુવકે એક જ દિવસમાં રાણીપ ખાતે આવેલી કોર્પોરેશન બેન્કમાં તેની માતા અને મિત્રનાં એકાઉન્ટ ખોલાવ્યાં હતાં, જેમાં ચતુરાઇ વાપરી મોબાઇલ નંબર બદલી નાખ્યા હતા.
છેતરિપંડીની ફરિયાદ
થલતેજ વિસ્તારમાં રહેતા તુલસીરામ પાસીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જિગર તુલી, તેની પત્ની સપના તુલી, વીણાબહેન તુલી અને પૂજા શાહ વિરુદ્ધ છેતરિપંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે તુલસીરામની ગુજરાત યુનિવિર્સટી ખાતે આવેલી જગ્યાને 1.40 કરોડમાં એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ દ્વારા ખરીદાઈ હતી. તુલસીરામના મિત્ર જિગર તુલીએ જમીન વેચાણના આવેલા 1.40 કરોડ રૂપિયા રાણીપ ખાતે આવેલી કોર્પોરેશન બેન્કમાં મૂકવાનું કહ્યું હતું.
બેન્કમાં પપ લાખ રૂપિયાનું બેલેન્સ હોવાનું કહ્યું
જિગર પર વિશ્વાસ કરી તુલસીરામ બેન્કમાં ગયા હતા, જ્યાં તેની માતા વીણાબહેન હાજર હતાં. વીણાબહેન અને તુલસીરામ બંને જણાએ એક જ દિવસે ખાતું ખોલાવ્યું હતું. તુલસીરામે પહેલાં પપ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બેન્કમાં જમા થઇ ગયો હતો. બે દિવસ પછી તુલસીરામના ખાતામાંથી ત્રણ લાખ રૂપિયા વીણા ક્રિએશનના નામે ટ્રાન્સફર થતાં તેમણે જિગરનો સંપર્ક કર્યો હતો, જ્યાં જિગરે જણાવ્યું હતું કે નંબર બેન્કમાં આગળ-પાછળ થઇ જતાં આ મેસેજ આવ્યો છે. તુલસીરામે બેન્ક મેનેજર પૂજા શાહની મુલાકાત લીધી, જ્યાં તેમને બેન્કમાં પપ લાખ રૂપિયાનું બેલેન્સ હોવાનું કહ્યું હતું.
તુલસીરામના ખાતામાં 856 રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું
ત્યારબાદ તુલસીરામે કોર્પોરેશન બેન્કમાં 45 લાખ અને 40 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તુલસીરામ બેન્કમાં બેલેન્સ ચેક કરવા માટે ગયા ત્યારે પૂજા શાહે તેમને બેન્કમાં 1.30 કરોડ રૂપિયા હોવાનું કહ્યું હતું, જેથી જિગરે તેમને કહ્યું હતું કે શેરબજારમાં જરૂર હોવાથી દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પૂજા શાહ બેન્કની પાસબુકમાં એન્ટ્રી કરવા માટે અવારનવાર ગલ્લાંતલ્લાં કરતી હતી અને સર્વર ડાઉન હોવાનું બહાનું કાઢતી હતી, જેથી તુલસીરામ તેમના મિત્રને લઇ બેન્ક પર ગયા હતા અને પૂજાને બેન્ક બેલેન્સ બતાવવા માટે બળજબરી કરતાં અંતે તેણે બેલેન્સ બતાવ્યું હતું. તુલસીરામના ખાતામાં 856 રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.