ચમત્કાર / કોરોના વાયરસનો ચમત્કારઃ અમદાવાદમાંથી આ બે રોગ થઇ ગયા ગાયબ!

ahmedabad coronavirus people health department

શહેરમાં કોરોનાનો કહેર સતત વધતો જાય છે, જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને કોરોનાની તાલીમ અપાઇ રહી છે, જોકે કોરોનાના કેસના સાચા આંકડાને હજુ પણ મ્યુનિ. હેલ્થ વિભાગ સિફતપૂર્વક છુપાવી રહ્યો છે. હેલ્થ વિભાગના સત્તાવાળાઓની લુચ્ચાઇ ફક્ત કોરોના પૂરતી જ સીમિત નથી, પરંતુ કોરોના-કોરોનાની બૂમો વચ્ચે તંત્રે ભેદી રીતે શહેરમાંથી મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ટાઇફોઇડને જ સાવ અદૃશ્ય કરી દીધા છે. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો મ્યુનિ. ચોપડે નજરે પડતો નથી, જ્યારે સત્ય હકીકત એ છે કે ઇરાદાપૂર્વક આવા અન્ય રોગચાળાના આંકડાને છુપાવાઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ