બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ, 250 ડોક્ટરો કર્યુ રક્તદાન

મહાદાન / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ, 250 ડોક્ટરો કર્યુ રક્તદાન

Last Updated: 06:17 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાક વચ્ચે પ્રવર્તમાન તણાવની સ્થિતિને વચ્ચે સેવાના સૌથી મોટા ધામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ

ભારત-પાકિસ્તાનની પ્રવર્તમાન તણાવની સ્થિતિને વચ્ચે આગોતરા આયોજનના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ આરંભવામાં આવશે. આવતીકાલે મધર્સ ડે ના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ નો પ્રારંભ થશે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત શહેર અને જિલ્લાના અન્ય સ્થળોએ પણ આ ડ્રાઇવના ભાગરૂપે મહત્તમ બ્લ્ડ કલેક્શન કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનર્સની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અલાયદા વોર્ડનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ અને બી.જે.મેડીકલના 250 જેટલા જુનીયર ડોક્ટરોએ આજે તા.10.05.25 ના રોજ રક્તદાન કર્યુ છે.

24 કલાકમાં ગમે ત્યારે જઇ રક્તદાન કરી શકાશે

દર્દીઓની સારવાર અને સેવાની સાથે રક્તદાન કરી દેશસેવા કરવાની પહેલ જુનીયર ડોક્ટરો દ્વારા કરવામાં આવી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ નર્સિંગ યુનીયન દ્વારા પણ માતૃભૂમિ નું ઋણ ચુકવવાના અવસરને વધાવી 100 જેટલી સંખ્યામાં નર્સિંગ ભાઇ-બહેનોએ રક્તદાન કર્યુ હતુ. આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ આવતીકાલે મધર્સ ડે નિમિતે આપણી માતૃભૂમિ નું ઋણ ચુકવવા ની સોનેરી તક ગણાવી મોટી સંખ્યા માં જાહેર જનતા ને રક્તદાન કરવા આહવાન કર્યુ હતુ.

આ પણ વાંચો: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કચ્છમાં એલર્ટ, તમામ દુકાન અને ઓફિસ બંધ રાખવા આદેશ

જરુરિયાતને ધ્યાને લઇ રક્તદાન માટે B1 ખાતે અલાયદો વોર્ડ પણ શરુ કરાયો

ભારત-પાક વચ્ચેની તણાવભરી પરિસ્થિતિમાં જ્યારે આપણો દેશ એક થઈને ઊભો છે. ત્યારે ઉભી થનારી તમામ સંભવીત્ત પરસ્થિતિ ને પહોંચી વળવા તૈયારી ના ભાગ રુપે જાહેર જનતાને આગળ આવવા અને રક્તદાન કરવા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જાહેર જનતાને અપીલ કરી હતી. સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ સેન્ટર 24 કલાક કાર્યરત છે. રક્તદાન કરવા સિવિલ હોસ્પિટલ અમદાવાદ નો સંપર્ક કરવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Blood Donation Drive Ahmedabad News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ