Ahmedabad city police announced notification pop Ganesh murti
અમદાવાદ /
ગણેશ ઉત્સવને લઇ પોલીસનું ફરમાન, જાણી લો નહીંતર થઇ શકે નુકસાન
Team VTV04:59 PM, 25 Aug 19
| Updated: 08:35 PM, 27 Aug 19
જન્માષ્ઠમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં ગણપતિજીની મૂર્તિ બનાવવાની પણ શરૂઆત થઇ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગણેશ વિસર્જન કાર્યક્રમને અનુલક્ષીને એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગણપતિની મૂર્તિ 5 ફુટથી વધારાની ઊંચાઇ ન હોવી જોઇએ
શહેર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણે ગણપતિની મૂર્તિ 5 ફુટથી વધારાની સાઇઝની ન હોવી જોઇએ અને માટીની જ મૂર્તિનું સ્થાપન કરવાનો આગ્રહ ભક્તો રાખે તેવી સૂચના પણ આપવામાં આવી છે. આ સાથે માટીની મૂર્તિ અંગે પણ ઉલ્લેખ કરતા પોલીસના જાહેરનામા લખવામાં આવ્યું છે તેની ઊંચાઇ 9 ફુટથી વધારે ના હોવી જોઇએ. નોંધનીય છે કે, ગણેશ ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે મૂર્તિ બનાવનાર તથા વેપારીઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
મૂર્તિ બનાવનારાઓ પર ચિંતાના વાદળ ઘેરાયા
મૂર્તિ બનાવનારા પણ ચિંતામાં મુકાયા છે કે, છેલ્લી ઘડી બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાને પગલે ક્યાંક મોટા પાયે નુકસાન વેઠવાનો વારો ન આવે. આ તરફ શહેર પોલીસ દ્વારા જાહેરનામાને લઇને કહેવામાં આવ્યું છે કે, POP માંથી આકાર પામલે મુર્તિઓનું વિસર્જન કરાયા બાદ પાણીમાં ઝડપથી ઓગળતી નથી.
POP ની મૂર્તિથી થાય છે પ્રદુષણ
તેમજ પીઓપીની મુર્તિ બનાવવામાં કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ થયો હોવાથી પ્રદુષણ ફેલાય છે અને પાણીમાં રહેલ જીવ મોતને ભેટે છે. આ પહેલી વખત નથી આ પહેલાં પણ ઘણી વખત પીઓપીની મુર્તિનો ઉપયોગ ન કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવી ચુક્યું છે એટલું જ નહીં આ મુદ્દો પણ કોર્ટમા ચાલી રહ્યો છે.