બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર, જેઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, થઇ શકે છે મોટી કાર્યવાહી

એક્શન / ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર, જેઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, થઇ શકે છે મોટી કાર્યવાહી

Last Updated: 11:53 AM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર પોલીસે અને SMCએ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કર્યુ છે. ત્યારે વધુ 10 જેટલા ગુનેગારો પર પણ કાર્યવાહી થઈ શકે છે.

અમદાવાદમાં અસામાજિક તત્વો સામે તંત્રની કડક કાર્યવાહી યથાવત ચાલી રહી છે. ત્યારે પોલીસે ગુનેગારોનું બીજુ લિસ્ટ પણ જાહેર કર્યું છે. પોલીસ અને SMCએ આરોપીઓની યાદી તૈયાર કરી છે. જે લિસ્ટમાં ગેંગના સભ્યો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓનો નામનું સમાવેશ કરવામાં આવ્યું છે. જે બાદ પોલીસે ફરી એકવાર કડકાઈ પૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે.

ગુનેગારોની હવે ખેર નહીં!

અમદાવાદ શહેરમાં ગુનેગારોની હવે ખેર નહીં, કારણ કે, પોલીસે અને SMCએ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કર્યુ છે. જે લિસ્ટમાં ગેંગના સભ્યો અને ગુનાહિત ઈતિહાસનો સમાવેશ કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં ગેંગના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. બીજી યાદીમાં વધુ 10 જેટલા ગુનેગારો પર પણ કાર્યવાહી થઈ શકે છે.

પ્રથમ યાદીમાં 1481 નામ હતા

અમદાવાદ પોલીસે ગુનેગારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં 1481 લુખ્ખા તત્વોના નામ હતા છે. જે ગુનેગારોને દર રવિવારે પોલીસ રાઉન્ડ અપ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રથમ યાદીના આરોપીઓ

  • બુટલેગર - 303
  • જુગાર - 21
  • શરીર સંબંધિત - 687
  • મિલકત સંબંધિત - 424
  • Ndps અને અન્ય - 46

આ પણ વાંચો: 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી, જુઓ શું રજૂઆત કરી?

353 આરોપી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર

  • ચેઇન સ્નેચિંગ - 60
  • વાહન ચોરી - 139
  • મોબાઈલ સ્નેચિંગ - 70
  • શરીર સંબંધિત - 8
  • લૂંટ અને ઘરફોડ - 4
  • અન્ય ચોરી - 72

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Criminal Action Ahmedabad Crime News Ahmedabad Criminal List
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ