ચકચાર / અમદાવાદનો હેરિટેજ સીટીનો ખિતાબ ખતરામાં, કોટ વિસ્તારની અનેક હેરિટેજ બિલ્ડીંગ કોમર્શિયલમાં ફેરવાઈ

Ahmedabad City Area Heritage Building Commercial AMC Seal

યુનેસ્કો દ્વારા ગત તા.૭ જુલાઇ, ર૦૧૭એ અમદાવાદને કોટ વિસ્તારનાં હેરિટેજ મકાન અને ઐતિહાસિક સ્થાપત્યના આધારે દેશનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાયો હતો, જોકે શહેરને વર્લ્ડ ‌હેરિટેજ સિટીનો ગૌરવપૂર્ણ ખિતાબ મળ્યે બે વર્ષ થઇ ચૂકયાં છે, પરંતુ કોટ વિસ્તારમાં તંત્રની રહેમ નજર હેઠળ હેરિટેજ મકાનને ધરાશાયી કરીને ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાની પ્રવૃત્તિએ માઝા મૂકતાં આ બાબત લાંબા સમયથી ચર્ચાના ચગડોળે ચડી હતી, પરંતુ હવે સત્તાવાળાઓએ રહી-રહીને સતર્કતા દાખવી કોટ વિસ્તારનાં હેરિટેજ મકાનને કોમર્શિયલ બિલ્ડિંગમાં ફેરવવાના મામલે કુલ ર૩ બિલ્ડિંગને તાળાં મારતાં સમગ્ર કોટ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ