બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટ્રાફિક, રખડતા ઢોર, પાર્કિંગની માથાકૂટ, VTV ગુજરાતી દ્વારા હેલ્પલાઈન નંબરનું રિયાલિટી ચેક, ખૂલી પોલ

અમદાવાદ / ટ્રાફિક, રખડતા ઢોર, પાર્કિંગની માથાકૂટ, VTV ગુજરાતી દ્વારા હેલ્પલાઈન નંબરનું રિયાલિટી ચેક, ખૂલી પોલ

Last Updated: 05:56 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચંદ્રનગર BRTS બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકની સમસ્યા હતી. જેને લઈ હેલ્પલાઈન નંબર પર આખરે 10 મિનિટ બાદ નંબર લાગ્યો હતો. ફરિયાદ નોંધાયાના 45 મિનિટ બાદ મદદ મળી હતી

ગુજરાતમાં ક્યાંય પણ ટ્રાફિક નડશે, તો એક હેલ્પલાઈન નંબરથી સમસ્યા દૂર થઈ શકશે. આ દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે વીટીવીએ આ હેલ્પલાઈન નંબરનું રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં કેટલા સમયમાં મદદ મળે છે અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસ કેટલો ઉત્સાહ દેખાડે છે તેની હકીકત સામે આવી હતી. રખડતા ઢોર, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

amed

સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર

ગુજરાતમાં મહાનગર હોય કે પાલિકા. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા રહે છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરાવામાં આવ્યું હતું અને એક હેલ્પલાઈન નંબર પર ગમે ત્યારે કોલ કરીને લોકો સમસ્યા દૂર કરી શકશે તેવો દાવો થયો હતો. સરકારે સોગંદનામામાં 18002331122 નંબર જાહેર કર્યો હતો. રખડતા ઢોર, ટ્રાફિક, આડેધડ પાર્કિંગની સમસ્યા પર કોલ થઈ શકશે. કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે તેવો દાવો કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે જ્યારે આ હેલ્પલાઈનની જાહેરાત કરી ત્યારે 1 મહિના સુધી સતત આ કામગીરી ચાલુ રાખવા સૂચન કર્યું હતું. ત્યારે વીટીવીએ રિયાલિટી ચેક કર્યું હતું. અમદાવાદના ચંદ્રનગર BRTS બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકની સમસ્યા હતી. જેને લઈ હેલ્પલાઈન નંબર પર આખરે 10 મિનિટ બાદ નંબર લાગ્યો હતો. ફરિયાદ નોંધાયાના 45 મિનિટ બાદ મદદ મળી હતી.

md

VTV NEW દ્વારા હેલ્પલાઈન નંબરનું રિયાલિટી ચેક

અંજલી ચાર રસ્તાથી ચંદ્રનગર BRTS જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જ્યાં કોઈ ટ્રાફિક પોલીસ પણ દેખાઈ રહી ન હતી. ત્યારે હેલ્પલાઈન પર ફરિયાદ બાદ આખરે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને બે ટ્રાફિક પોલીસના જવાનો સામેથી આવતા દેખાયા પરંતુ આશ્ચર્યની વાત તો એ છેકે આ બંને જવાનો ટ્રાફિક દૂર કરવાને બદલે ટ્રેક્ટર ચાલકને મેમો આપવામાં વ્યસ્ત દેખાયા હતા. જોકે ત્યારબાદ પણ ટ્રાફિક દૂર કરવામાં બંને જવાનોએ કોઈ ખાસ રસ દેખાડ્યો નહીં. ત્યારે સ્થાનિકોએ આ બાબતે જણાવ્યું કે દરરોજ ટ્રાફિક જામ થાય છે પરંતુ ટ્રાફિકના જવાનો સમય પર દેખાતા નથી અને ઘણા તો મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે.

ભારે વાહનોની અવરજવર, ટ્રાફિકની સમસ્યા !

સ્થાનિકો પણ જણાવી રહ્યા છેકે ટ્રાફિક પોલીસ બેદરકારી રાખે છે. તો આ સાથે જ ભરબપોરે ભારે વાહનોની અવરજવર જોવા મળી હતી. શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બિન્દાસ્ત રીતે લોકોના જીવ જોખમમાં આવી રહ્યા છે. AMCના જ કચરાના ડમ્પરથી ઘણા લોકો મોતને ભેટી ચૂક્યા છે. પરંતુ ટ્રાફિક પોલીસને જાણે મેમો ઉઘરાવવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં જો 45 મિનિટ બાદ મદદ મળે તો હેલ્પલાઈન નંબર જનતા માટે કેવી રીતે કામ આવશે તે મોટો સવાલ છે.

આ પણ વાંચો: કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળે', અમદાવાદમાં શક્તિપ્રદર્શન બાદ ક્ષત્રિય સમાજનો હુંકાર, કોણ શું બોલ્યું?

PROMOTIONAL 11

ટ્રાફિક પોલીસ મોબાઈલમાં વ્યસ્ત !

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો સામનો દરરોજ શહેરીજનો તો કરે જ છે. અને શહેરમાં મોટી સંખ્યામાં ટ્રાફિક કર્મચારીઓની ટીમ પણ છે અને આવી સ્થિતિમાં જો 45 મિનિટ બાદ મદદ મળે તો બીજા નાના શહેરોમાં કેટલા સમયમાં મદદ મળશે તે પણ મોટો સવાલ છે. ઘણીવાર તો કોલ કરવામાં આવે તો 10થી 15 મિનિટ સુધી કોલ વ્યસ્ત બતાવે છે. આવી સ્થિતિમાં તુરંત રાહત મળશે તેની કોઈ ખાતરી નથી. જરૂર છે તંત્રને સુધારવાની. જે ટ્રાફિક જવાનો મોબાઈલમાં વ્યસ્ત રહે છે તેમને જવાબદારીનું ભાન કરાવવાની જરૂર છે. ફરિયાદ મળતા તુરંત જનતાની સેવામાં કર્મચારીઓ હાજર થશે તો જ સાચા અર્થમાં હેલ્પલાઈન નંબર સાર્થક ગણાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Traffic Problem Ahmedabad Traffic Problem Traffic Helpline Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ