video /
અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લેઆમ બિયરની હેરાફરીઃ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
Team VTV12:41 PM, 10 Jan 21
| Updated: 12:43 PM, 10 Jan 21
ગાંધીના ગુજરાતમાં દારુબંધીના ખુલ્લેઆમ લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. અમદાવાદના સરદારનગર વિસ્તારનો એક વીડિયો વાયરલ જોવા મળ્યો છે જેમાં બુટલેગર એક્ટિવા પર બિયરની પેટી લઇ જઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ સવાલ એ થાય છે કે ગુજરાતમાં દારુબંધી નામ માત્રની છે?
સરદારનગરમાં ખુલ્લેઆમ બિયરની હેરાફેરી
એક્ટિવા પર 4 પેટી બિયરની કરી હેરાફેરી
પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
રાજ્યમાં દારૂબંધી હોવા છતા અમદાવાદના કેટલાય વિસ્તારોમાં દારૂની હેરાફેરી થાય છે. ત્યારે હવે શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂની હેરાફેરીનો એક વીડિયો વાયરલ થયો છે.
સરદારનગરમાં બુટલેગર વસંતના ઘરની પાસેથી એક્ટિવા પર બિયરની પેટીઓ લઈ જઈ રહ્યો છે. 4 પેટી બિયર લઈ જતા બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. બુટલેગરનો વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
અમદાવાદમાં ધોળા દિવસે દારુની હેરાફરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. શહેરના સરદારનગર વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગર વસંતના ઘર પાસેથી દારુની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં બુટલેગર એક્ટિવા પર બિયરની પેટી લઇ જઇ રહ્યો છે ત્યારે બીજી તરફ બાળકો રમી રહ્યાં છે. આમ સવાલ એ થાય છે કે રમતા બાળકોની સામે જ ખુલ્લેઆમ દારુની ખેપ થઇ રહી છે. તો શું બુટલેગરને કાયાદનો ડર નથી. રાજ્યમાં આ જ છે દારુબંધી?
ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે?
વારંવાર દારૂબંધીના કાયદાના ધજાગરા થાય છે તો પોલીસ શું કરે છે?
ધોળા દિવસે દારૂની હેરાફેરી રોકવા માટે કેમ કોઈ આગળ નથી આવતું?