બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad blackmailer caught by crime branch
Gayatri
Last Updated: 08:28 PM, 14 January 2021
ADVERTISEMENT
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ની ગિરફત માં આવેલો આરોપી સુરજ ગાવલેની મોડસ ઓપરેન્ડી જાણી ને તમે પણ ચોંકી જશો. આરોપી સામે એક મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચ માં ફરિયાદ આપી હતી અને જેમાં તેને મહિલા ના કપડાં અને કપડાં વગર ના ફોટો મેળવી તેમને વોટ્સએપ માં બીભત્સ મેસેજ કરી અને વિડિઓ મોકલી બ્લેક મેલ કરતો હતો અને જેના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.
મહિલાઓને ફ્રી માં ઇનરવેર આપવાનું કહી તેમની પાસે થી ફોટો મંગાવી બ્લેક મેલ કરતો હતો
ADVERTISEMENT
જેમાં જાણવા મળ્યું કે આરોપી અલગ અલગ રીતે મેસેજ કરી મહિલાઓને ફ્રી માં ઇનરવેર આપવાનું કહી તેમની પાસે થી ફોટો મંગાવી બ્લેક મેલ કરતો હતો.. સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે આરોપી આની સાથો સાથ શ્રી રામ ફાઇનાન્સ ગ્રુપ માં થી લોન આપવાના બહાને છેતરપિંડી પણ કરતો હતો.
લોનના કૌભાંડમાં ઝડપાયો
સાયબર ક્રાઈમ બ્રાન્ચ માં એક ફરિયાદી એ ફરિયાદ આપી હતી કે આરોપીએ વાર્ષિક 1.2 ના ટકા દરે લોન અપાવે છે અને તેમની પાસે થી 1.36 લાખ ની છેતરપિંડી કરી તેમને લોન નહીં અપાવી છેતરપિંડી કરી હતી. જેથી આરોપીની બંને ગુના માં ધરપકડ કરી છે..
આરોપી ની તપાસ માં સામે આવ્યું છે કે આરોપી 12 સુધી નો અભયાસ કરેલ છે અને તેને અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરેલ છે તેની પણ તપાસ કરવા માં આવી રહયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.