બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad based it company tridhya tech gifted cars to 13 employees

કંપનીઓ માટે દાખલો / અમદાવાનું પાણી પાછું ન પડે ! બોપલમાં મોટી IT કંપનીએ કર્મચારીઓને ગિફ્ટમાં આપી મોંઘીદાટ કાર

Hiralal

Last Updated: 04:32 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલની ત્રિધ્યા નામની આઈટી કંપનીએ તેના કર્મચારીઓને કારની ગીફ્ટ આપીને મોટી મોટી કંપનીઓ માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે.

  • દેશ-દુનિયામાં કર્મચારીઓને કાઢવાનો સિલસિલો
  • મોટી મોટી કંપનીઓ કરી રહી છે છટણી
  • અમદાવાદની એક આઈટી કંપનીએ ચાતર્યો નોખો ચીલો 
  • 5 વર્ષ પૂરા થવાના અવસરે 13 કર્મચારીઓને ગીફ્ટમાં આપી કાર 

દેશ અને દુનિયાની મોટી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યાં છે. કંપનીઓ ખર્ચના બહાને કર્મચારીઓને રોટલાના રઝળાવી રહી છે પરંતુ તે ભૂલી જાય છે કે કંપનીની સફળતાના જો કોઈ ખરા હકદાર હોય તો તે કર્મચારીઓ છે. કર્મચારીઓ પાયાના પથ્થર છે અને હવે તેવી મંદીમાં પણ તેમને ન ભૂલી શકાય છે. આ કહેવતની અમદાવાદના બોપલની એક આઈટી કંપનીએ ચરિતાર્થ સાબિત કરી દેખાડી છે.  

13 કર્મચારીઓને ગિફ્ટમાં મળી મોંઘીદાટ કાર 
અમદાવાદની આઈટી કંપની ત્રિધ્યા ટેકે તાજેતરમાં જ તેની સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે કર્મચારીઓને ગિફ્ટ આપવાનું નક્કી કર્યું. કંપનીએ તેની પ્રગતિ અને સફળતાનો શ્રેય કર્મચારીઓને આપતા 13ને મોંઘીદાટ કાર આપી છે. કંપનીના એમડી રમેશ મરાંડે કહ્યું કે, તેમની કંપનીએ છેલ્લા 5 વર્ષમાં જે હાંસલ કર્યું છે તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતા માટે પુરસ્કાર આપવામાં આવ્યા છે. અમે કમાયેલા પૈસા કર્મચારીઓ સાથે વહેંચવામાં માનીએ છીએ. 

કાર ગિફ્ટ તો પાશેરમાં પહેલી પૂણી, કર્મચારીઓને હજુ વધુ આપવામાં આવશે 
એમડી રમેશ મરાંડે કહ્યું કે આ માત્ર શરૂઆત છે અને ભવિષ્યમાં કર્મચારીઓ માટે આવી વધુ પહેલ કરવામાં આવશે. આવી પહેલ કર્મચારીઓને કંપની માટે વધુ સારું કરવા માટે પ્રોત્સાહિત કરશે. સાત વર્ષથી કંપનીમાં કામ કરતા ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે આઇટી કંપનીઓના કર્મચારીઓ ઊંચા પગાર માટે 1-2 વર્ષમાં નોકરી બદલે છે, તેથી કંપનીએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કંપનીમાં કામ અને સખત મહેનતને પ્રોત્સાહન મળે છે.

હીરા વેપારી સવજી ધોળકિયા પણ કર્મચારીઓને ભેટ આપવા જાણીતા 
ઉલ્લેખનીય છે કે સુરતના હીરા વેપારી સવજી ધોળકિયા પણ તેમની કંપનીના કર્મચારીઓને અવનવી ભેટ આપવા માટે જાણીતા છે. દિવાળીમાં તેમણે કર્મચારીઓને કારની ગિફ્ટ આપી હતી તે ઉપરાંત તેઓ ગરીબ દીકરીઓના લગ્ન પણ કરાવી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

tridhya tech gifted cars to 13 employees tridhya tech news ત્રિધ્યા આઈટી કંપની tridhya tech gifted cars to 13 employees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ