બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad bapunagar shyam shikhar shopping complex fire vallabhbhai kakadiya
Kavan
Last Updated: 01:39 PM, 6 December 2020
ADVERTISEMENT
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, આ શ્યામ શિખર કોમ્પલેક્ષ ભાજપના નેતા વલ્લભ કાકડિયાનું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું કે, આગની ઘટના સામાન્ય છે.
ADVERTISEMENT
20 દુકાનો બળીને ખાખ થતાં કરોડોનું નુકસાન
આગના બનાવને પગલે મોબાઇલની 20 દુકાનો બળીને ખાખ થતાં કરોડોનું નુકસાન થયું છે. જો કે, પ્રાથમિક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે.
શું બની ઘટના
બાપુનગર ખાતે આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ચાની કીટલીમાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાની વિગત બહાર આવી છે. આ આગની ઝપેટમાં અંદાજે 20 જેટલી દુકાનો આવી ગઇ છે. આ કોમ્પલેક્ષમાં દુકાનોની ઉપર રહેણાંક વિસ્તાર પણ છે. જો કે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે.
ફાયર સેફ્ટીના સાધનો પાસે તાળા મારેલા હોવાનો થયો ખુલાસો
જો કે VTV Newsના રિયાલટી ચેકમાં દુકાનદારોની લાલિયાવાડી સામે આવી છે. ફાયર સેફ્ટીના માર્ગો પર દુકાનોનું બાંધકામ જોવા મળ્યું છે. જ્યારે ગેરકાયદે બાંધકામને લીધે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ મુશ્કેલ બન્યો છે. ફાયર સેફ્ટીના સાધનો પાસે બાંધકામ કરીને તાળા મારેલા જોવા મળ્યાં.
શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકર આગ
પ્રાપ્ત મળતી વિગત અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકર આગનો બનાવ બન્યો છે. આ દૂર્ઘટનામાં 20 જેટલી મોબાઇલની દુકાન આગની ઝપેટમાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.