બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાકરોલમાં ખનીજ ચોરી બાબતે બબાલ, માથાભારે શખ્સો લાકડી-ધોકા લઈ તૂટી પડ્યા, જુઓ વીડિયો
Last Updated: 10:45 PM, 10 January 2025
અમદાવાદ જિલ્લાના બાકરોલ ગામમાં રબારીવાસમાં માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો. ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલો થયો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લાકડી અને ધોકા વડે શખ્સો રબારી વાસમાં રહેતા લોકો પર ફરી વળ્યા હતા. જે હુમલામાં 1 શખ્સના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે અન્ય લોકોને પણ થઈ નાની મોટી ઇજાઓ પહોંચી છે.
ADVERTISEMENT
બાકરોલમાં ખનીજ ચોરી બાબતે બબાલ, માથાભારે શખ્સો લાકડી-ધોકા લઈ તૂટી પડ્યા, જુઓ વીડિયો#AhmedabadNews #BakarolRabariWasAttack #Attack pic.twitter.com/0c24TlEPSZ
— Dinesh Chaudhary (@DineshVTVNews) January 10, 2025
ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલો
ADVERTISEMENT
રબારી વાસમાં રહેતા યુવકે કહ્યું કે, ''અમે અગાઉ ખાણ-ખનીજ વિભાગમાં ખનીજ ચોરીની ફરિયાદ કરેલી છે. જેના અનુસંધાને ત્યાં ખાણ ખનીજ વિભાગે રેડ પાડીને માપણી કરી હતી. જે બાબતે મન દુ:ખ રાખીને કાછિન્દ્રા ગામના ભરતભાઈ દરબાર દ્વારા અમારા ગામમાં અને અમારા ઘરે આવીને મારા ભાઈને ઈજાઓ પહોંચાડેલી છે. જેમને એક ફક્ચર અને ચાર ટાંકા પણ આવેલા છે જ્યારે અન્ય ભાઈને પણ માથાના ભાગે પંદર ટાંકા આવેલા છે''
આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, ઉત્તરાયણને લઈ પોલીસ કમીશનરનું જાહેરનામું, જુઓ 8 મોટા સમાચાર
પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ
યુવકએ કહ્યું કે, ''આ લોકોનુ 30થી વધુનુ ટોળું આવ્યું હતુ અને ઘણુ નુકસાન પહોંચાડેલો છે'' તેમણે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, ''પોલીસ હજુ સુધી આ ગંભીર ગુનામાં 307 જેવી કલમો લગાડવા તૈયાર નથી. આ લોકોએ તીક્ષ્ણ હથિયાર દ્વારા ઈજાઓ પહોંચાડેલી છે. તે લોકોને કરોડોનો ખનીજ ચોરીનો દંડ આવવાની ભીતિથી આ લોકોએ અમારા પર હુમલો કર્યો હતો''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.