Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાજનીતિ / કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, જીતુ વાઘાણીએ આ રીતે આપ્યો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, જીતુ વાઘાણીએ આ રીતે આપ્યો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના પ્રહાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વળતો જવાબ આપ્યો હતો. જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ પોતાના અરીસામાં જોઇ લેવુ જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, તેમણે વધુમાં કહ્યું કે, સાર્વજનિક જીવનમાં હાર-જીત પચાવવાની તાકાત હોવી જોઇએ. ગુજરાતમાં ભાજપનો વિજયરથ વણથંભ્યો જઇ રહ્યો છે.

 

 

દેશની જનતા અને ચૂંટણીપંચ પર અમને ભરોસો છે. કોંગ્રેસને માત્ર ગાંધી પરિવાર પર જ ભરોસો છે. કોંગ્રેસને દેશની જનતા પર વિશ્વાસ નથી.

અમિત ચાવડાએ કર્યા સરકાર પર પ્રહાર


રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. 

તેમણ કહ્યું કે, સરકાર દ્વારા સત્તાનો દુરૂપ્રયોગ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સીએમ રૂપાણીએ પ્રતિક્રિયાઆપી છે કે, રાજ્યસભાની પેટાચૂંટણી એક સાથે થતી નથી. દર વખતે અલગ અલગ ચૂંટણી થતી હોય છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ