Ahmedabad Airport will be closed for 9 hours daily from January 17 to May 31
BIG BREAKING /
અમદાવાદ એરપોર્ટને લઈને મોટા સમાચાર, 17 જાન્યુઆરીથી 31 મે સુધી રોજ 9 કલાક રહેશે બંધ, જાણી લો કારણ
Team VTV10:38 AM, 10 Jan 22
| Updated: 10:46 AM, 10 Jan 22
અમદાવાદ એરપોર્ટ 17 જાન્યુઆરીથી લઈ 31 મે સુધી રોજ 9 કલાક બંધ રહેશે. રન વે પર રિકાર્પેટિંગની કામગીરીને લઈને આ નિર્ણય લેવાયો છે. સાથેજ 33 જેટલી ફ્લાઈટો પણ રદ કરી દેવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટના રન વે પર થશે રિકાપેંટિગની કામગીરી
કામગીરીને લીધે 31 મે સુધી 9 કલાક એરપોર્ટ બંધ રહેશે
33 ફ્લાઈટોને બંધ કરી દેવામાં આવી
15 ફ્લાઈટોને રિશેડ્યૂલ કરવામાં આવી
અમદાવાદ એરપોર્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા 17 જાન્યુઆરીથી 31 મે સુધી એરપોર્ટ 9 કલાક રહેશે બંધ. સવારે 9 થી સાંજે 6 સુધી રન-વે રિકાર્પેટિંગની કામગીરી થશે. સાથેજ દરેક ફ્લાઈટો પણ સવારે 8 પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ જ ઓપરેટ કરવામાં આવશે. સમગ્ર મુદ્દે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉથીજ જાણ કરી દેવામાં આવી છે. જેથી મુસાફરોને વધારે તકલીફ ન પડે.
15 ફ્લાઈટો રિશેડ્યૂલ કરવામાં આવી
આ સાથેજ 21 મે સુધી 33 જેટલી ફ્લાઈટોને પણ બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત 31મે સુધી 15 જેટલી ફ્લાઈટોને રિશેડ્યૂલ કરી દેવામાં આવી છે. રન-વે પર રિકાપેંટિગની કામગીરી ચાલી રહી છે જેથી આ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે એરપોર્ટ પર રોજ 136 જેટલી ફ્લાઈટનું અવાગમન થાય છે. પરંતુ રન-વે પર રિકાર્પેટિંગની કામગીરીને કારણે હવે પ્રતિદિન 103 ફ્લાઈટનુંજ અવાગમન કરવામાં આવશે. આ કામગીરીને લઈને ઈન્ડિગો એર એજન્સી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ તેમની વ્યસ્ત રૂટવાળી ફ્લાઈટ વડોદરાથી ઓપરેટ કરશે.
એડવાન્સ બૂકિંગ કરાવનારાની ફ્લાઈટો મર્જ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે જે લોકોએ એડવાન્સ બૂકિંગ કરાવી દીધું છે તેમને તકલીફ ન પડે તે માટે ફ્લાઈટો મર્જ કરવવામાં આવશે. ખાસ કરીને સ્ટાર એરની કિશનગઢ અને ટૂ જેટની પોરબંદર કંડલા ફ્લાઈટને બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત ટૂ જેટની જેસલમેર ફ્લાઈટના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે રિકાપેંટિગની કામગીરીથી એર ઈન્ડિયાની કોઈ પણ ફ્લાઈટ રદ નહી કરવામાં આવે.