જાગૃતિ / અમદાવાદીઓએ એઈડ્સને હંફાવ્યોઃ એક ટકાથી પણ ઓછા HIV પોઝિટિવ

Ahmedabad AIDS People HIV Positive Case

મેગાસિટી અમદાવાદ વિકાસની દૃષ્ટિએ કૂદકે ને ભૂસકે આગળ વધતું જાય છે. ગુજરાતની આર્થિક રાજધાની હોય રાજ્યના અન્ય વિસ્તારોમાંથી તેમજ ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા જેવાં અન્ય રાજ્યોમાંથી લોકો રોજગારી માટે આવે છે. શહેરની વસ્તી આજે ૬પ લાખથી ઉપરની થઇ છે. વસ્તી વિસ્ફોટના કારણે અમદાવાદમાં બારે મહિના મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો જોવા મળે છે. જોકે યુવાવર્ગ સહિત લોકોમાં જાગૃતિના કારણે એક સમયે ઘાતક મનાતા એઇડસનું પ્રમાણ ઘટતું જાય છે. ખુદ તંત્રના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં એઇડસનું પ્રમાણ એક ટકાથી ઓછું થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ