બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રસ્તા વચ્ચે કારનો દરવાજો ખોલતા ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ
Last Updated: 05:10 PM, 19 January 2025
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ બેફામ બની રહી છે. ક્યાક ઓવર સ્પીટ તો ક્યાક ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘનના કારણે અકસ્માતના કિસ્સાઓ 140ની રફ્તારે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ADVERTISEMENT
અમદાવાદ: નરોડા પાટિયા પાસે કાર ચાલકે રસ્તા વચ્ચે કારનો દરવાજો ખોલતા ટ્રક સાથે અકસ્માત#ahmedabad #accident #vtvgujarati pic.twitter.com/3bBbs05h7c
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 19, 2025
ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત
ADVERTISEMENT
અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજો ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાઈને પડ્યો હતો. દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું મૃત્યુ જ્યારે બીજો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ફ્લાયઓવર બનાવવાની કામગીરીને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. જેના કારણે અહીં અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે
આ પણ વાંચો: કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે રજૂ કર્યા, એક-બે નહીં, 12 જેટલાં કારણો
બેફામ ડ્રાઈવિંગ
ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.