બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોન્સ્ટેબલે સરધસ ન કાઢવા માંગી લાંચ! અમદાવાદમાં પોલીસમાં નવું ભૂત ઘૂસ્યું, ACBએ પકડ્યો
Last Updated: 11:18 PM, 13 January 2025
ગુજરાત પોલીસે હવે આરોપીઓનો 'વરઘોડો' નીકાળવાનો નવો ચીલો ચીતર્યો છે, પરંતુ જેનાથી કાયદા અને વ્યવસ્થામાં સુધારો થયો હોય તેવી તો કોઈ ઘટના ધ્યાનમાં આવી નથી પરંતુ આ 'વરઘોડા'ના નામે લાંચીયા પોલીસ કર્મચારીઓને બખ્ખા થયા હોય તેવી એક ઘટના સામે આવી છે. ACBએ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ વરઘોડો ન કાઢવા માટે લાંચ લેતો ઝડપાયો છે.
ADVERTISEMENT
'વરઘોડા' ન કાઢવા લાંચ..!
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ અમનકુમાર ચૌહાણને 'વરઘોડા' ન કાઢવા માટે 65 હજારની લાંચ લેતા દબોચ્યો છે. ફરીયાદી તથા તેમના મિત્રો પાસે જુગારનો કેસ નહીં કરવા તેમજ 'વરઘોડો' નહીં કાઢવા અને માર નહી મારવા લાંચ માગી હતી. જેમાં 4 લાખની લાંચની માંગણી કરી હતી અને રકજકના અંતે 1 લાખ નકકી કર્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિધિ કરવાની છે! કહી ઘરનો દરવાજો બંધ કરી મહિલાને થપ્પડો જડી, બાદમાં આચર્યું દુષ્કર્મ
અમનકુમાર ધરપકડ કરાઈ
ફરીયાદી પાસેથી જે તે સમયે રૂપિયા 35 હજાર લઈ લીધા હતા ત્યારબાદ બાકીના 65 હજારની લાંચની માંગણી ચાલુ રાખી હતી. આમ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કરતા લાંચના છટકા દરમિયાન લાંચિયો કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. ત્યારે એસીબીએ પોલીસ કૉન્સ્ટેબલ અમનકુમાર સંજયકુમાર ચૌહાણની લાંચ માંગવા બદલ ધરપકડ કરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.