બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad a young man committed suicide after being fed up with the extortion of a female usurer

ચકચાર / હું 10 વર્ષથી વ્યાજ આપતો છતા મળી ધમકી : અમદાવાદમાં મહિલા વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવકનો આપઘાત

Mahadev Dave

Last Updated: 11:17 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળી જઇ યુવકે અંતિમ પગલું ભરી લેતા ચકચાર મચી જવા પામી છે.

  • વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત
  • આત્મહત્યા પહેલા લખી સુસાઈડ નોટ
  •  આત્મહત્યા દુષપ્રેરણાની નોંધાઈ ફરિયાદ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણીથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 10 વર્ષ સુધી યુવકે લીધેલા પૈસાનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પણ મહિલાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એટલી હદે ટોર્ચર કર્યો કે અંતે યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જોકે આત્મહત્યા પહેલા યુવકે લખેલી સુસાઈડ નોટના આધારે પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધી મહિલાની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

મોહમ્મદ સાદિક શેખે ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
અમદાવાદ જુહાપુરામાં રહેતા 46 વર્ષીય યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે મૃતક મોહમદ સાદિક શેખના ભાઈ મોહમ્મદ આબિદ શેખે વેજલપુરમાં ફરિયાદ નોંધાવી છે. મોહમ્મદ સાદિક શેખે 18 જુલાઈના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કન્સ્ટ્રક્શન અને હેર સલૂનનમાં કામ કરતા મૃતકની અંતિમવિધિ પૂરી કરી પરિવારજનો ઘરે આવ્યા હતા ત્યારે ઘરમાં તપાસ કરતા મૃતકના પલંગના ગાદલા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠી વાંચતા મૃતકની આત્મહત્યા પાછળનું કારણ શાહઅલમ વિસ્તારમાં રહેતી યાસ્મીનબાનુ શેખ હોવાનું સામે આવ્યું હતું. ચિઠ્ઠીમાં મૃતકે 10 વર્ષથી પોતાના અને યાસ્મીનબાનુના નાણાકીય વ્યવહારો અંગે લખીને જણાવ્યું હતું કે તે દસ વર્ષથી યાસ્મીન બાનુ પાસે ઉછીના પૈસા લેતો હતો અને જેનું વ્યાજ પણ ભરતો હતો છતાં પણ યાસ્મીન બાનુ દ્વારા તેને ધમકીઓ આપવામાં આવતા અંતે તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

10 વર્ષથી વ્યાજ ચૂકવ્યા છતાં મળી ધમકીઓ
મૃતક દ્વારા લખાયેલી સુસાઇડ નોટમાં એ પણ વિગતો સામે આવી કે મૃતકે અત્યારે સુધીમાં જેટલા પણ રૂપિયા યાસ્મીનબાનુ પાસે લીધા તે પૈસા વ્યાજ સાથે પરત આપી દીધા છે તેમ છતાં પણ આરોપી મહિલા દ્વારા વધુ પૈસાની માંગણી કરીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેના કારણે મૃતક સતત માનસિક તણાવમાં રહેતા હોવાથી પરિવારજનો સાથે વાતચીત પણ કરતો ન હતો. તેમજ જો સાદિક હુસેન યાસમીનબાનુને સમયસર વ્યાજના પૈસા ન ચૂકવે, તો તે અવારનવાર ફોન કરી અને છેલ્લે ઘરે આવીને પણ પૈસા લઈ જતી હતી. આ મામલે વેજલપુર પોલીસે સુસાઇડ નોટના આધારે મહિલા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડની તજવીજ શરૂ કરી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad અમદાવાદ આત્મહત્યા દુષપ્રેરણા વ્યાજખોર મહિલા વ્યાજખોરનો ત્રાસ સુસાઈડ નોટ Suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ