બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedaabad Navratri 2021 rajpath and karnavati club take big decision

ભારે કરી! / મોટા સમાચાર: હવે ભલે સરકાર ગરબાની મંજૂરી આપે તો પણ થશે નહીં, ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર

Kavan

Last Updated: 04:34 PM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીઓ માટે નવરાત્રિ સૌથી ખાસ તહેવાર ગણાય છે. ત્યારે ક્લબમાં યોજાતા ગરબાને લઈને મોટા સમાચાર આવ્યા છે.

  • નવરાત્રિને લઇ મોટા સમાચાર
  • ગરબા રસિકો માટે આવ્યા માઠા સમાચાર
  • અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબોએ નવરાત્રીનું આયોજન કર્યું રદ

નવરાત્રિના એક મહિના પહેલેથી જ ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી, સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર નવરાત્રિને મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે. ત્યારે રાજ્યમાં નવરાત્રિને લઈને મહત્વના સમાચાર સમયે આવ્યા છે. 

The harassment of a woman in Navratri was extremely difficult

બીજા વર્ષે પણ ગરબાથી રહેવું પડશે વંચિત?

મળતી જાણકારી પ્રમાણે, સતત બીજા વર્ષે પણ ગરબાથી વંચિત રહેવું પડશે. જે આ વર્ષે પણ મોટા આયોજકો ગરબાનું આયોજન કરી શકશે નહીં. જો કે હાલમાં દેશમાં કોરોનાનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આ વર્ષે પણ ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ શક્ય નહીં હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય એમ નથી. ત્યારે, નવરાત્રી મહોત્સવ ઉજવણી બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

Navratri security bouncer for woman

મોટી મોટી ક્લબો દ્વારા ગરબાનું આયોજન રદ્દ કરાયું  

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે. રાજપથ, કર્ણાવતી સહિતને કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કરી દીધું છે. ક્લબમાં હજારો મેમ્બર અને સરકારે જાહેર કાર્યક્રમોમાં 400 લોકોની મંજૂરી આપી છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય છે. ત્યારે અમદાવાદ શહેરની મોટી ક્લબોમાં ગરબા નહીં થાય. 

શેરી ગરબાને મળી શકશે છૂટછાટ 

નવરાત્રીમાં શેરી ગરબાને માટે છૂટછાટ મળી શકે છે. નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લાગી શકે છે. પાર્ટી પ્લોટ, જાહેર મેદાન, કે ક્લબમાં ગરબા માટે છૂટછાટ મળશે નહીં. આરોગ્ય વિભાગ ગાઈડલાઈન આધીન SOP તૈયાર કરવામાં આવશે. મોટા આયોજન માટે સમય પણ નાં રહ્યો હોવાનો મત આપવામાં આવી રહ્યા છે. 

માસ્ક સાથે ગરબા શક્ય નથી

આ મામલે આયોજકોએ જણાવ્યું છે કે, માસ્ક સાથે ગરબા થઇ શકે નહિ. અને મોટા મેદાનમાં ઓછા ક્રાઉડ સાથેનું આયોજન મોંઘુ પડે છે. ત્યારે હાલના સમય પ્રમાણે દેશમાં કોરોના ની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી છે ત્યારે આ ત્રીજી લહેરના આગમન પૂર્વે કોઈ પણ રિસ્ક લેવા માંગતા નથી. નોંધનીય છે કે ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છૂટ આપવામાં આવી હતી અને 20થી વધુ લોકોને ભેગા ન થવા માટે સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારે હવે આ વખતે પણ આ પ્રમાણે જ આયોજન કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ