બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedaabad gujarat universities exam new date declared

અમદાવાદ / ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખ દરમિયાન યોજાશે મોકૂફ રહેલ પરીક્ષા

Kavan

Last Updated: 05:58 PM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાઓ આગામી 12 એપ્રિલથી ફરી યોજાશે તેવું યુનિવર્સિટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

  • ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
  • મોકૂફ પરીક્ષા 12 એપ્રિલથી થશે શરૂ
  • BA,B.COM,BSC,BBA,BCA,B.EDની પ્રથમ સેમની પરીક્ષા

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, BA,B.COM,BSC,BBA,BCA,B.EDની પ્રથમ સેમની પરીક્ષાઓ કોરોના વાયરસના અમદાવાદમાં વધી રહેલા કેસને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જો કે, આજરોજ વહીવટી તંત્ર દ્વારા નવી તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. 

May be an image of outdoors and text that says "VTVGujarati.com VTV ગુજરાતી AA ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર -મોડૂફ કરાયેલી પરીક્ષા 12મી એપ્રિલથી શરે થશે -B.COM, BSC, BBA, BCA, B.EDની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા -વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા-પરીક્ષા સ્થળમાં કોઈ ફેરફાર નહીં 1000 VTVGujarati"

12 એપ્રિલથી લેવામાં આવશે પરીક્ષાઓ 

તંત્ર દ્વારા કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે આગામી 12 એપ્રિલથી મોકૂફ રખાયેલ પરીક્ષાઓ લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા-પરીક્ષા સ્થળમાં કોઇ ફેરફાર નહીં હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. 

Gujarat University Exam cancle start july student ahmedabad

કોરોના મહામારીને કારણે પરીક્ષાઓ રખાઇ હતી મોકૂફ 

standard 10 and 12 student teacher subject teaching

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કારણે પહેલા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી(GTU) અને ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. GTU બાદ ગુજરાત યુનિવર્સિટીની તારીખ 8થી 17 ડિસેમ્બર સુધી યોજનારી પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, હવે નવી તારીખોનું જાહેરાત કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Gujarat University examination gujarat ગુજરાત યુનિવર્સીટી Ahmedaabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ