સલામ /
મોટા ખેરખાઓ પણ પાછા પડે એવું કામ કર્યું અમદાવાદના આ 2 ટાબરિયાએ, જાણીને કરશો સલામ
Team VTV10:27 PM, 06 Nov 21
| Updated: 10:29 PM, 06 Nov 21
કહેવાય છે કે, ગુજરાતની હવામાં જ વેપાર છે...અને જો ગુજરાતી કાંઈ નક્કી કરી લે તો તે કામ પુરું કરીને જ જમ્પે છે.. આવું જ કાંઈક ગુજરાતના બે બાળકોએ કરી બતાવ્યું છે.
કોરોનામાં હુનરથી સફળતા મેળવી
વિદ્યાર્થીઓએ લાખો રૂપિયાની કરી કમાણી
પોતાની આવડતનો કર્યો સફળ ઉપયોગ
કોરોના કાળમાં ઘરે બેસી રહેવાની જગ્યાએ આ બાળકોએ પોતાની આવળતથી નાણાં કમાવાની શરૂઆત કરી હતી અને ખુબ સારી કમાણી પણ કરી.પરંતુ કમાણી કર્યા બાદ પણ તે પૈસાની મોજ-શોખમાં વાપરવાની જગ્યાએ આ બાળકોએ તેને સમાજસેવાના કાર્યોમાં વાપર્યા.
ગુજરાતની હવામાં જ વેપાર છે
સફળતા પ્રાપ્ત કરવા માટે અને કાંઈ કરી બતાવવા માટે ઉમર માઈને નથી રાખતી.બસ આત્મબળ અને કાંઈ કરવાની ચાહના હોવી જોઈએ. આવું કાંઈક કરી બતાવ્યું છે.. ગાંધીનગર સરગાસણમાં રહેતા તેજસ સંઘવી અને અમીબેન સંઘવી બે દીકરા દેવમ અને અર્હમે. આ બંને બાળકો નાનપણથી જ અત્યંત કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવે છે. એક અગ્રણી આઇટી કંપનીમાં વર્ષો સુધી ફરજ બજાવનારા તેજસભાઇ હાલમાં પોતાનો સ્ટોક માર્કેટનો વ્યવસાય વિકસાવી રહ્યાં છે અને તેમના બિઝનેસમાં મદદરૂપ થાય તેવા સોફ્ટવેર આજે તેમના પુત્રો બનાવી આપે છે. આ બંને બાળકો લોકડાઉન દરમિયાન યુટ્યૂબ પર વિડિયો જોઇને સોફ્ટવેર બનાવવાની દિશામાં આગળ વધ્યાં હતા અને તેમના વાલીએ તેમને આ માટે યોગ્ય તાલિમ મળે તે સુનિશ્ચિત કર્યું હતું.
70,000નું દાન જીવદયાકામમાં વાપર્યું
ચોંકાવનારી વાત અહીં એ છે કે, તેજસ સંઘવીના આલિશાન બંગલોમાં ટેલિવિઝન નથી અને તેથી દેવમ અને અર્હમે ક્યારેય ટેલિવિઝન પર કોઇ સિરિયલ કે પ્રોગ્રામ્સ જોયાં નથી. આ બંને બાળકો નાનપણથી મેડિટેશન કરે છે અને સ્કૂલમાં હંમેશા સારાં માર્ક્સ મેળવે છે. તેમની સ્કૂલના તમામ પ્રોગ્રામમાં એન્કરિંગની જવાબદારી પણ આ બંને સંભાળે છે. એટલું જ નહીં, સ્ટન્ટ અને ડાન્સમાં પણ આ બંને બાળકોએ મહારત હાંસલ કરી છે. કરાટેમાં પણ આ બંને ભાઇઓ અવ્વલ છે. મતલબ કે, અભ્યાસની સાથે તમામ ઇતર પ્રવૃત્તિમાં આ બંને ભાઇઓ હંમેશા આગળ રહે છે, અને હવે તેમણે નાની ઉમરમાં સ્ટોકમાર્કેટ માટેના સોફ્ટવેર બનાવીને પોતાના ભાવિ માટેનો રસ્તો નક્કી કરી દીધો છે. બંને બાળકોએ સોફ્ટવેર બનાવીને લગભગ રૂ. 70,000નું દાન જીવદયાના કાર્યોમાં તથા વૃદ્ધાશ્રમમાં કર્યું છે.
બાળકોએ કોરોનાકાળમાં બન્યા આત્મનિર્ભર
દેવમ અને અર્હમની જેમ અનેક વિદ્યાર્થીઓ છે જેમણે કોરોના કાળને ન માત્ર ઘરમાં પુરાઈને પસાર કર્યો.પરંતુ આ દરમિયાન ઘરમાં રહીને પણ ખુદને આત્મનિર્ભર બનાવ્યા અને માતા-પિતાએ વિચાર્યું પણ નહોતું તેવું કામ તેમણે કરી બતાવ્યું.આ વિદ્યાર્થીઓ અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ છે.
દેવમ અને અર્હમની જેમ જ અમદાવાદના એક ધનાઢ્ય પરિવારની દીકરી દીયા પટેલે પણ લોકડાઉન દરમિયાન પોતાના શોખને પ્રોફેશનમાં પરિવર્તિત કરીને જાતે આવક મેળવવાની શરૂઆત કરી છે. માત્ર 13 વર્ષની દીયા પટેલ હુલા હુપિંગ કે જે સ્પોર્ટ્સ અને એક્સરસાઇઝનું કોમ્બિનેશન છે, તેમાં નિપૂણ છે અને તેણે અન્ય લોકોને હુલા હુપિંગ શિખવવાનું શરૂ કર્યું. હુલા હુપિંગ અમદાવાદમાં હજુ ખાસ લોકપ્રિય નથી..પરંતુ દીયા પૂરા ખંત સાથે તેમાં આગળ વધી રહી છે..આજે દીયા માત્ર અમદાવાદ જ નહીં, મુંબઇ, દિલ્હી જેવા શહેરોના વિદ્યાર્થીઓને પણ ઓનલાઇન હુલા-હૂપિંગ શિખવે છે.
દીયા પટેલે શરૂઆતમાં એક સેશનના રૂ. 200 લેખે ટિચીંગ ચાર્જ લેવાનો શરૂ કર્યો હતો, અને ત્યારબાદ તેણે વર્કશોપ લેવાની શરૂઆત કરી હતી. દીયાએ પોતાની આવડતને લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. વર્કશોપ દ્વારા દીયાએ રૂ. 55,000ની આવક મેળવી હતી અને આ તમામ આવક તેણે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર વખતે મ્યુકરમાઇકોસિસ વોર્ડમાં દાનમાં આપી દીધી હતી. દીયાએ હુલા હુપિંગમાં મહારત હાંસલ કરી છે