બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અહેમદ પટેલના દિકરા ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, ભાજપમાં જોડાય તેવી અટકળો
Last Updated: 11:04 PM, 13 February 2025
ADVERTISEMENT
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દિકરા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે. ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર સાથે છેડો ફાડ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. ફૈઝલ પટેલએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે.
ADVERTISEMENT
'મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે'
ફૈઝલ પટેલએ લખ્યું છે કે, “ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.”
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાને, મતદાન પહેલા આટલી બેઠકો બિનહરીફ
ફૈઝલ પટેલ ભાજપમાં જોડાશે?
કોંગ્રેસ સાથે ફૈઝલ પટેલે છેડો ફાડ્યા બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઇ છે કે શું ફૈઝલ પટેલ ભાજપમાં જોડાશે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. સી.આર.પાટીલ સાથેની મુલાકાતના ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર પણ કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.