Ahmed Patel son Faisal patel Mumtaz press conference politics bharuch
ભરૂચ /
અહેમદ પટેલના નિધન બાદ રાજકારણને લઇને પરિવારે લીધો આ નિર્ણય, દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝે કહ્યું...
Team VTV06:59 PM, 30 Nov 20
| Updated: 07:02 PM, 30 Nov 20
મર્હુમ કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, અહેમદ પટેલનો હેતુ લોકોની મદદનો રહ્યો હતો તેથી પરિવાર પણ રાજકારણથી દૂર રહેશે અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવશે.
અહેમદ પટેલનો પરિવાર રાજકારણથી રહેશે દૂર
MP-MLA બનીને પિતાનો હેતુ સાર્થક નહીં કરી શકાય: ફૈઝલ
પિતાની સેવાકીય પ્રવૃત્તિઓ આગળ ધપાવીશું: મુમતાઝ
મર્હુમ સાંસદ અહેમદ પટેલનો પરિવાર રાજકારણથી દૂર રહેશે. આ અંગે અહેમદ પટેલના દીકરા અને દીકરીએ નિર્ણય કર્યો છે. રાજ્યસભાનાં સાંસદ મર્હુમ અહેમદ પટેલના સેવાકાર્યોની સુવાસ દેશભરમાં ફેલાયેલી છે ત્યારે તેમનો પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ આ સેવા કાર્યોને આગળ વધારવા માંગે છે. હાલ બંને ભાઈ-બહેનનો રાજકારણમાં સક્રિય થવાનો ઈરાદો નથી.
મર્હુમ સાંસદ અહેમદ પટેલના નિધન બાદ તેમના સેવાકાર્યોને કોણ આગળ લઇ જશે તે સવાલ ઉભો થયો હતો. જે અંગે આજે સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, ફૈઝલે કહ્યું કે, અહેમદ પટેલનો હેતુ લોકોની મદદનો રહ્યો હતો. MP-MLA બનીને પિતાનો હેતુ સાર્થક નહીં કરી શકાય. પિતાએ જે કાર્યો કર્યા છે તે ભુલી શકાય તેમ નથી અને પિતાના સેવાકીય કાર્યોને આગળ ધપાવીશું.