અમદાવાદ / સ્વચ્છતાના નામે ‘જેટ’ અને મ્યુનિસિપલ તંત્રની વેપારીઓ પર ‘દંડશાહી’

Ahmadabad Municipal Corporation swachhata Smart city

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ર૦ બેસ્ટ પર્ફોર્મિંગ સ્માર્ટ સિટીમાં અમદાવાદને પ્રથમ રેન્ક અપાયો છે. હવે કેન્દ્રનાં માર્ગદર્શન મુજબ અમદાવાદ, ચંડીગઢને સ્માર્ટ સિટી બનાવવામાં મદદ કરશે. જોકે આવા અહેવાલ વચ્ચે કડવી વાસ્તવિકતા એ પણ છે કે, ઘર આંગણે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ બેફામ રીતે દંડશાહી કરી રહ્યા છે. જેના કારણે શહેરના વેપારી આલમમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે. ખાસ કરીને સ્વચ્છતાના નામે જેટ અને મ્યુનિ. તંત્રની વેપારીઓ પર રીતસરની દંડશાહી ચાલે છે. આ માટે ખાસ કરીને  સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જાડી ચામડીના કેટલાક અધિકારી જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ