AMC / અમદાવાદના મોટા હાથીઓ પ્રોપર્ટી ટેક્સ ના ભરતાં કોર્પોરેશનના 129 કરોડ સલવાયા

Ahmadabad Municipal Corporation Property Tax

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ પૂર્ણ થવાના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ગઇ કાલ સુધી રૂ.૯૩ર.૮પ કરોડ ટેક્સ વસૂલાયો છે. જે ગત વર્ષની સરખામણીમાં ર૭ ટકા વધારે છે. તંત્રની સીલિંગ ઝુંબેશ તેમજ બે વર્ષ બાદ અમલમાં મુકાયેેલી બાકી પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાથી પ્રોપર્ટી ટેક્સની આવકમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આની સાથે તંત્રએ ડિફોલ્ટરનું લિસ્ટ પણ તૈયાર કર્યું છે. તંત્રના ટોપ-ર૦ ડિફોલ્ટરના લિસ્ટ મુજબ કુલ ૧ર૯ કરોડથી વધુ ટેકસ બાકી બોલે છે, જે પૈકી મોટા ભાગનો ટેક્સ બંધ મિલોનો હોઇ તેમની બાકી રકમ મેળવવાનું કોકડું ગૂંચવાયેલું રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ