અહેમદ પટેલના જળસંકટ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો

By : HirenJoshi 11:41 PM, 11 March 2018 | Updated : 11:41 PM, 11 March 2018
ખેડાઃ કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલ મધ્ય ગુજરાત મુસ્લિમ સંઘના નવા કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતમાં હાલમાં પાણીની સ્થિતિને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપે જ્યારે ચૂંટણી હતી ત્યારે માત્ર તાઈફાઓ કરવા માટે મધ્યપ્રદેશમાંથી પાણી છોડાવ્યું હતું. પરંતુ હવે જ્યારે ખેડૂતોને પાણીની જરૂર ત્યારે તેમના માટે પાણી નથી.

આજે મહેમદાવાદના કેસરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સંઘના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે હાજરી આપી હતી. ગુજરાતમાં નર્મદાના મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ચુંટણીના સમયે એમપીની સરકારે પાણી આપ્યું હતું. જે હવે ભરઉનાળામાં અન્ન આપતા ગુજરાત ઉપર જળ સંકટ ઉભું થયું છે.

છતાં સરકાર કોઈ પગલા ભરતી નથી. તો રાજ્યસભાની અગામી ચુંટણીને લઇને પણ નિવેદન કરતા કહ્યું હતું કે, ચુંટણીમાં ઉમેદવાર અને રણનીતિ કોંગ્રેસ પાર્લામેન્ટ્રી બોર્ડ અગામી દિવસોમાં નક્કી કરશે તેમ જણવ્યું હતું. ત્યારે આ નવા મુસ્લિમ સંગઠનને શુભેચ્છા પાઠવી આગામી દિવસોમાં સર્વ ધર્મ માટે આ સંગઠન કામ કરશે તેમ જણાવ્યું હતું.Recent Story

Popular Story