બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahemdabad meghaninagar police mega search operation

અમદાવાદ / મેઘાણીનગરના ચમનપુરામાં પોલીસની મેગા ડ્રાઇવ, બુટલેગરોમાં ફફડાટ

vtvAdmin

Last Updated: 10:27 PM, 9 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘાણીનગરના ચમનપુરામાં પોલીસ ડ્રાઇવ યોજાઇ છે. પતરાવાળી ચાલીમાં પોલીસનો કાફલો બુટલેગરોપર ત્રાટક્યો હતો. દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસે તવાઇ બોલાવી હતા. ચમનપુરા સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું

200 પોલીસ કર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન
ઉલ્લેખનીય છે કે, આજે મોડી સાંજે અમદાવાદ શહેરના મેઘાણીનગર ખાતે આવેલ ચમનપુરામાં અમદાવાદ પોલીસ દ્વારા એક દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડામાં શહેરના જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના કુલ 200થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. 

આપને જણાવી દઇએ કે,  થોડા દિવસો અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં બુટલેગરો દ્વારા કરાયેલ બાળકીની હત્યા બાદ પોલીસ સફાળી જાગી હતી અને સક્રિય થઈ હતી અને એકાએક ચમનપુરમાં દરોડા પાડીને દારુનું વેચાણ કરતા લોકો પર તવાઇ બોલાવી હતી. 

મોડી રાતે પોલીસ દ્વારા કરાયું હતું સર્ચ ઓપરેશન
મોડી રાતે પોલીસે મેઘાણીનગર વિસ્તારમાં આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરતા બુટલેગરોમાં પણ ફફડાટ સામે આવ્યો હતો. પોલીસના સર્ચની જાણ થતા કેટલાક બુટલેગરો ફરાર પણ થયા હતા. તો પોલીસે મોડી રાતે કરેલી આ કાર્યવાહીમાં દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે.

મેઘાણીનગરમાં બાળકીની હત્યા બાદ પોલીસ એક્શનમાં, બુટલેગરોમાં ફફડાટ

બાળકીની થઇ હતી હત્યા
મેઘાણીનગર વિસ્તારમાં એક ઘરમાં બુટલેગર સતિષ અને તેના સાથીઓ હુમલો કર્યો હતો. આ દરમિયાન એક મહિલાને ઈજા થઈ હતી. 20 દિવસની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાળકીનુ સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે 5 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી.

Image result for મેઘાણીનગરમાં બુટલેગર

જે મામલે પોલીસે અત્યાર સુધી સતીષ હિતેશ અને લખનની ધરપકડ કરી છે. જો કે હજી સુધી આ હત્યા કેસમાં 2 આરોપીઓ ફરાર છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmadabad Police Search Operation meghaninagar Ahmadabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ