અમદાવાદ / ભદ્રના રૂ. ૩૨.૮૨ કરોડના પ્રોજેક્ટની ફાઇલ ગુમઃ ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો?

Ahemdabad-Bhadra-Rs. 32.82 \-crore-project-file-missing-Curtain-on-corruption

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા છેક માર્ચ ર૦૧૦માં ભદ્ર કિલ્લાના જિર્ણોદ્ધાર માટે રૂ.૭૮.૦૬ કરોડનો અંદાજ તૈયાર કરાયો હતો. તે વખતે ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ બે તબક્કામાં કામગીરી વિચારણા હેઠળ લેવાઇ હતી. જે અંતર્ગત ભદ્ર કિલ્લાથી ત્રણ દરવાજા સુધીના પહેલા તબક્કા માટે નવેસરથી રૂ.ર૪.પ૯ કરોડનો અંદાજ બનાવાઇને તંત્ર દ્વારા આશરે ૩૪ ટકા વધુ ભાવના રૂ. ૩૨.૮૨ કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ હતી. જોકે આ સમગ્રો પ્રોજેકટના મામલે સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે તેની મૂળ ફાઇલનો અતોપતો જ મળતો નથી. આ પ્રોજેકેટની ગેરરીતિઓ-ગોટાળા બહાર આવે નહીં તે માટે ઇરાદાપૂર્વક મૂળ ફાઇલને ગાયબ કરી દેવાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ