14 ફેબ્રુઆરીએ ઉજવાતા વેલેન્ટાઈન ડે દિવસે થાઈલેન્ડની સરકારે તેના નાગરિકોને 9 કરોડ સારા કોન્ડોમ મફતમાં આપવાનો નિર્ણય લીધો છે.
મસાજ અને પ્રવાસન માટે મશહુર થાઈલેન્ડ સરકારનો નિર્ણય
વેલેન્ટાઈન ડેના દિવસે મફત વહેંચશે 9 કરોડ કોન્ડોમ
જાતિય રોગો અટકાવવા અને સગીરાઓ ગર્ભવતી ન થાય તે માટે લેવાયું પગલું
વેલેન્ટાઈન દિવસે દુનિયાભરમાંથી પ્રવાસીઓના ધાડેધાડા થાઈલેન્ડમાં ઉતરી પડે છે. થાઈલેન્ડની રાતો રંગીન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે. બેંગકોંગ સહિતના શહેરોની મસાજ તો દુનિયામાં ખ્યાતનામ છે અહીં ફ્રી સેક્સનું પણ ચલણ છે. પ્રોસ્ટીટ્યુટ અહિં કાયદેસર મનાય છે અને આગામી થોડા દિવસમાં પ્રેમનો દિવસ આવી રહ્યો હોવાથી સરકાર ચિંતિત થઈ છે.
Thailand plans to distribute 95 million free condoms to curb sexually transmitted diseases and teen pregnancy as the Southeast Asian nation seeks to promote safe sex ahead of Valentine’s Day https://t.co/aAB4EwCBd4
યુવાન છોકરીઓને ગર્ભવતી થતી અટકાવવા થાઈલેન્ડ સરકારનું પગલું
ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ વેલેન્ટાઈન ડે અને વીકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થાઇલેન્ડ સરકારે ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે વેલેન્ટાઈન ડે પહેલા થાઈ સરકાર 9.5 મિલિયન કોન્ડોમ ફ્રીમાં વહેંચવા જઈ રહી છે. જાતીય રોગોને ફેલાતા અટકાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે અને યુવાન છોકરીઓ ગર્ભવતી નહીં થાય.
ફાર્મસી અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મફતમા મળશે સારા કોન્ડોમ
મસાજ પાર્લર અને પર્યટન માટે પ્રખ્યાત થાઈલેન્ડે 1 ફેબ્રુઆરીથી કોન્ડોમ વહેંચવાનું અભિયાન શરૂ કર્યું છે. થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકો કોઈ પણ ફાર્મસી અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોન્ડોમ મફતમાં મેળવી શકાય છે. થાઇલેન્ડમાં યુનિવર્સલ હેલ્થકેર કાર્ડ ધરાવતા લોકો એક વર્ષ સુધી દર અઠવાડિયે 10 કોન્ડોમ લઇ શકશે.
થાઈ સરકાર કેમ કોન્ડોમનું વિતરણ કરી રહી છે?
થાઇલેન્ડની નેશનલ હેલ્થ સિક્યોરિટી ઓફિસ (NHSO)નું કહેવું છે કે સરકારે અનિચ્છનીય સગર્ભાવસ્થાને રોકવા, જાતીય રોગોને ફેલાતા અટકાવવા અને કેન્સર, એચઆઇવી, સિફિલિસ અને અન્ય ગંભીર રોગોના ચેપને રોકવા માટે આ નિર્ણય લીધો છે. ફ્રી કોન્ડોમ મેળવવા માટે એક એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
જેમની પાસે સ્માર્ટફોન નથી તેમણે સીધા જ દુકાન પર જઈને પોતાનું આઈડી કાર્ડ બતાવીને પૈસા આપ્યા વગર કોન્ડોમ મેળવી લેવા જોઈએ. યુનિવર્સલ હેલ્થકેર કાર્ડ ધારકોને આખા વર્ષ દરમિયાન દર અઠવાડિયે મફતમાં કોન્ડોમ આપવામાં આવશે.
થાઈલેન્ડમાં વધી સગીર સગર્ભાવસ્થા અને જાતિય રોગો
થાઈલેન્ડમાં ફ્રી સેક્સ હોવાને કારણે અહીં સગીરાઓ વિદેશી દ્વારા પ્રેગનન્ટ થઈ રહી છે અને તેઓ જાતિય રોગોની પણ શિકાર બની રહી છે. આવી સ્થિતિને ટાળવા માટે થાઈલેન્ડ સરકાર ફ્રી કોન્ડોમ આપવા માગે છે.
2021માં 24 ટકા થાઈ છોકરીઓએ 1000 બાળકોને જન્મ આપ્યો
2021માં 15 થી 19 વર્ષની વયની 24 ટકા થાઈ છોકરીઓએ 1000 બાળકોને જન્મ આપ્યો છે. આખી દુનિયામાં 42 ટકા છોકરીઓએ આટલા બાળકોને જન્મ આપ્યો હતો. આ પરથી ખબર પડે છે કેટલી છોકરીઓ સહવાસ માણ્યો હતો.