Ahead of the counting of votes, Congress MLAs are afraid of breaking up
ગુજ'રાજ' 2022 /
મતગણતરી પહેલા કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, પરિણામ બાદ તડજોડ ન થાય તે માટે બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
Team VTV08:26 PM, 07 Dec 22
| Updated: 08:34 PM, 07 Dec 22
મતગણતરી અગાઉ કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, કોંગ્રેસના જે ધારાસભ્ય ચૂંટાશે તેમને ગુજરાત બહાર લઇ જવા વિચારણા, અમદાવાદમાં કોંગ્રેસની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
મતગણતરી પહેલા કોંગ્રેસની બેઠક
પરિણામ પહેલા કોંગ્રેસને ધારાસભ્ય તૂટવાનો ડર
ચૂંટાયેલા ધારાસભ્યોને બહાર લઇ જવા વિચારણા
ગુજરાતમાં તમામ બેઠકો પર સરેરાશ 62 ટકા જેટલું મતદાન નોંધાયું છે હતું, જેમાં 182 બેઠકો પર ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. બીજા તબક્કામાં સૌથી વધારે 68 ટકા મતદાન સાબરકાંઠા અને સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું હતું. ત્યારે હવે મતદાન પૂર્ણ થયા બાદ સતત Exit Pollના તારણો સામે આવી રહ્યાં છે. તેમજ આવતીકાલે મતગણતરી થવાની છે. મતગણતરી પહેલા ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મતગણતરી પહેલા કોંગ્રેસની બેઠક
મતગણતરી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે સિનિયર નેતાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ પ્રભારી રઘુ શર્માની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં થયેલા મતદાનના આંકડાઓનું વિશ્લેષણ કરાયું હતું. તેમને જણાવી દઈએ કોંગ્રેસ 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મતદાન મુજબની બેઠકો મુદ્દે થશે ચર્ચા કરવામાં આવી હતી. સંભવિત પરિણામ બાદના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેવી પણ પાપ્ત માહિતી છે. મતગણતરી અગાઉ કોંગ્રેસે ધારાસભ્યો તૂટવાના ડરને લઈ એક મોટો નિર્ણય લીધો છે.
કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર?
મતગણતરી અગાઉ કોંગ્રેસે ધારાસભ્યો તૂટવાના ડરને લઈ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં જે ધારાસભ્ય ચૂંટાશે તેમને ગુજરાત બહાર લઇ જવા વિચારણા કરવામાં આવી છે. કોંગ્રેસ જીતની નજીક હશે તો ધારાસભ્યને બહાર લઇ જવાશે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને ન તોડે તે માટે પ્લાન બનાવ્યો છે અને આ નીર્ણય મતગણતરી પહેલા કોંગ્રેસની બેઠક લેવાયો છે
મતદાન પહેલા ભાજપની પણ બેઠક યોજાઈ હતી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે નીચા મતદાન બાબતે જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરી હતી. જેમાં નીચા મતદાન અંગેના જિલ્લા ભાજપના પ્રમુખો સાથે વિગતે ચર્ચા કરવામાં આવી તેમજ જિલ્લાવાર પક્ષની સ્થિતિની ચૂંટણી બાદ સમીક્ષા કરવામાં આવી છે. જિલ્લાવાર મેળવી રહેલી બેઠકો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે.