ahead of india presidency in g 20 foreign ministry invites logo ideas
BIG NEWS /
ભારત માટે સોનેરી અવસર: G-20 ની અધ્યક્ષતા કરશે ભારત, PM મોદીએ યુવાનોને કર્યું આહ્વાન
Team VTV12:51 PM, 07 May 22
| Updated: 01:19 PM, 07 May 22
ભારત વિશ્વના સૌથી વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાના ગ્રુપ G-20ની અધ્યક્ષતા કરશે. તેમાં ભારતને સૌથી અનોખા અંદાજમાં રિપ્રેજેંટ કરવામા આવે, તેના માટે વિદેશ મંત્રાલયે એક ખાસ લોગો ડિઝાઈન કરવાની હરીફાઈ રાખી છે.
ભારત માટે સોનેરી અવસર
જી 20 સમિટનું આયોજન ભારતમાં થશે
આ સમિટ માટે લોગો બનાવવા માટે હરીફાઈનું આયોજન
ભારત વિશ્વના સૌથી વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાના ગ્રુપ G-20ની અધ્યક્ષતા કરશે. તેમાં ભારતને સૌથી અનોખા અંદાજમાં રિપ્રેજેંટ કરવામા આવે, તેના માટે વિદેશ મંત્રાલયે એક ખાસ લોગો ડિઝાઈન કરવાની હરીફાઈ રાખી છે. જેમાં આઈડીયા માગવામાં આવ્યા છે. ભારત 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી જી-20ની અધ્યક્ષતા કરશે. તેની સાથે જ તે જી 20 સમિટની 2023માં મેજબાની કરશે. જી 20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનું એક મુખ્ય મંચ છે, જે વૈશ્વિક આર્થિક ગવર્નેંસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી જાણકારી
જી 20ની અધ્યક્ષતાને લઈને નવી દિલ્હી બેઠકને લઈને એજન્ડા નક્કી કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરતા આ હરીફાઈ સાથે જોડાયેલી જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, આ જણાવતા ખુશી થાય છે કે, ભારત આગામી જી 20ની અધ્યક્ષતા માટે લોગો ડીઝાઈન કરવાની હરીફાઈ કરવા જઈ રહ્યું છે. અમને તમારા આઈડીયા શેર કરીને જણાવો કે, એક વિશિષ્ટ ભારતીય જી 20ને કેવી રીતે રિપ્રેજેંટ કરી શકાય. એન્ટ્રી 07 જૂન 2022 સુધી ચાલું રહેશે.
A special competition that celebrates the creativity of our youth.
અરિંદમ બાગચીએ આ ટ્વિટને રિટ્વિટ કકરતા પ્રધાનમંત્રી મોદીએ યુવાનોને આ હરીફાઈમાં ભાગ લેવા માટે જણાવ્યું છે. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું છે કે, એક ખાસ હરીફાઈ જે આપણા યુવાનોની ક્રિએટિવિટીને સેલિબ્રેટ કરે છે. આ પ્રતિયોગિતામાં જરૂરથી ભાગ લેશો. જી 20ની અધ્યક્ષતા ભારત માટે એક બહુ મોટી જવાબદારી છે. જેને સમાન હિત સાથે જોડાયેલ મામલા પર નિતિગત ચર્ચા અને સમન્વય કરવા માટે કામ કરશે. ભારત ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું નેતૃત્વ કરનારો દેશ બની ગયો છે. કારણ કે અહીં ન ફક્ત મૈનપાવપર છે, પણ ઉદ્યમશિલતા પણ ઝડપથી વધી રહી છે.