બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND-PAK મેચ પહેલા ટીમ ઈન્ડિયાના 'પ્રિન્સે' પાકને આપ્યો ઝટકો, છિનવ્યો નંબર 1નો તાજ
Last Updated: 05:31 PM, 19 February 2025
ICC ચેમ્પિયન ટ્રોફિ 2025ની શરૂઆત થઇ ગઇ છે.ત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ પાસેથી વનડે રેંકિંગનો તાજ છીનવાયો છે.ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ICC વન-ડે રેંકિંગમાં નંબર 1 પર આવી ગયા છે.બાબાર આઝમ પાછળના કેટલાક મહિનાઓથી ખરાબ ફોર્મમાં છે.એટલા માટે તે ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલથી પાછળ થઇ ગયા છે.હવે ચેમ્પિયન ટ્રોફિ 2025માં બંને બેટ્સમેન વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
ADVERTISEMENT
વધુ વાંચો: iPhone SE 4 Launch: એપલ આજે લોન્ચ કરશે સસ્તો આઈફોન, કરોડો ચાહકોમાં આતુરતા
હાલમાં જ શુભમન ગિલે ઇગ્લેન્ડ સામેની વડે શ્રેણીમાં સારુ પ્રદર્શન કર્યું છે.એક મેચમાં 87 જ્યારે બીજી મેચમાં 112 રન કર્યા હતા. ત્યારે પાકિસ્તાનના પૂર્વ કપ્તાન બાબજ આઝમ ટ્રાઇ સિરિઝમાં સારુ પ્રદર્શન ન કરી શક્યા.
ADVERTISEMENT
બોલિંગમાં નંબર 1 કોણ ?
ICC વનડે રેકિંગમાં શ્રીલંકાના સ્પિનર મહેશ દીક્ષાના બોલિંગ રેંકિંગમાં ટોપ પર છે.તેઓએ અફગાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનને પાછળ છોડી પહેલી વાર નંબર-1નનો તાજ હાસિલ કર્યો છે.ચેમ્પિયન ટ્રોફિ પહેલા આ એક મોટો બદલાવ છે.ચેમ્પિયન ટ્રોફિ 9 માર્ચ સુધી ચાલશે.
ગિલ બીજી વાર નંબર-1 બન્યા.
ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ બીજી વાર નંબર 1 બન્યા છે.બાબર તેમનાથી માત્ર 23 અંક પાછળ છે.જ્યારે ભારતના કેપ્ટન રોહિત શર્મા ત્રીજા નંબર પર છે.જો બાબર અને રોહિત ચેમ્પિયન ટ્રોફિમાં સારુ પ્રદર્શન કરે છે તો તે ગિલને પાછળ પાડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.