બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મુંબઈ / અમદાવાદના સમાચાર / એ..હાલો હાલો..ગુજરાતી કલાકાર કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર ગરબે ઝૂમી ઉઠ્યો, જુઓ વીડિયો
Last Updated: 07:49 PM, 10 July 2024
ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના મુંબઈમાં થઈ રહ્યા છે, જેના માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જાણીતા લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતી કલાકાર કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર ગરબે ઝૂમી ઉઠ્યો, જુઓ વીડિયો#Kinjaldave #anantambani #ambanifamily #anantambaniwedding #garbanight #vtvgujarati pic.twitter.com/gL3C2zUtyp
— ajitsinh Jadejatv (@AJadejatv) July 10, 2024
અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે લગ્નની રસમોનું આયોજન થઇ રહ્યુ છે. પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
ADVERTISEMENT
મામેરુ ફંક્શન બાદ જ ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાના વીડિયો પણ સામે આ્વ્યા છે. ગુજરાતી કલાકાર કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર ગરબે ઝૂમતો જોવા મળે છે. જાણીતી ગુજરાતી સિંગર કિજલ દવેના સુર પર અંબાણી પરિવાર અને સંબંધીઓ ગરબી ઘુમતા જોવા મળી રહ્યા છે.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાશે. મુંબઈના એન્ટિલિયામાં લગ્નના તમામ ફંક્શન શરૂ થઈ ગયા છે અને તેના ગેસ્ટ લિસ્ટ પણ સામે આવ્યા છે. અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે.
https://www.instagram.com/p/C9Pa-ucysL2/?utm_source=ig_web_copy_link
નોંધનીય છે કે અનંત અંબાણીના લગ્નની ઉજવણી 29 જૂને મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં પૂજા સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ મામેરુ, સંગીત અને હલ્દી સમારોહ જેવી વિધિઓ કરવામાં આવી હતી. અનંત રાધિકાની હલ્દી સેરેમની 8 જુલાઈએ થઈ હતી, જેમાં સલમાન ખાન, રણવીર સિંહ, સારા અલી ખાન, અનન્યા પાંડે અને અન્ય સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
અનંત-રાધિકાના લગ્ન સમારોહ 12 જુલાઈએ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, તે ત્રણ દિવસ સુધી ચાલશે. મુકેશ અંબાણીએ આ ભવ્ય લગ્ન સમારોહની યાદગાર પળોને કેપ્ચર કરવા માટે લોસ એન્જલસથી ટોચના સ્તરના ફોટોગ્રાફરો અને કેમેરા પર્સનને બોલાવ્યા છે. એટલું જ નહીં, અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા છે અને આ ફંક્શનનો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક રાખવામાં આવ્યો છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT