બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / ખેડૂતો માટે કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત, ધરતીપુત્રોને સસ્તા ભાવે મળતું રહેશે ગુણવત્તાયુક્ત ખાતર
Last Updated: 03:54 PM, 4 August 2024
ભારત એક ખેતીપ્રધાન દેશ છે, જેમાં અડધા કરતાં પણ વધારે વ્યક્તિનો મુખ્ય વ્યવસાય ખેતી છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીથી ખેતીની પ્રાથમિકતા બદલાઈ છે. મોદી સરકારની મુખ્ય છ પ્રાથમિકતા છે, જેમાં ઉત્પાદન વધવું, ખર્ચ ઘટવો, મોલનો યોગ્ય ભાવ મળવો, પ્રાકૃતિક અડચણની સામે પૂરતી રાહત આપવી, કૃષિ વૈવિધ્યકરણ, મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. સરકાર ખેતી માટે રોડમેપ તૈયાર કરવા પર કામ કરી રહી છે. એવું કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું કહેવું છે.
ADVERTISEMENT
શિવરાજસિંહ ચૌહાણ એમ પણ કહે કે, વર્ષ 2013-14માં ખેતી માટે 27,663 કરોડ રૂપિયાનું બજેટ ફળવ્યું હતું, જે વર્ષ 2024-25માં વધીને 1,32,470 કરોડ થઈ ગયું છે. આ બજેટમાં જો ખાતરની અને અન્ય સબસિડી જોડીએ તો આ આંકડો 1,75,444.55 કરોડ રૂપિયા થઈ જાય છે. જો કે આ રકમમાં ખેતીની ફાળવણી નથી જોડી. ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે સૌ પ્રથમ ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું રહેશે.
ADVERTISEMENT
109 ઉચ્ચ ક્વોલિટીના નવા બીજ
કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ભારત સરકાર ખેડૂતોની આવક વધારવા ઉચ્ચ ક્વોલિટીના બીજ તૈયાર કરી રહી છે, જેમાંથી 109 બીજ તૈયાર થઈ ગયા જે હવે બહાર પાડવામાં આવશે. સરકારે કરેલા પ્રયાસોને કારણે વર્ષ 2023-24માં દેશમાં કૃષિ ઉત્પાદન વધીને 32.9 કરોડ ટન પહોંચ્યું છે, જ્યારે બાગાયતી ખેતીનું ઉત્પાદન વધીને 35.2 કરોડ ટન પહોંચી ગયું છે. સરકારે કઠોળ અને તેલીબિયાં પાર કામ વધાર્યું છે, જેથી તેનું ઉત્પાદન સતત વધતું રહે છે.
ભારત સરકારે કઠોળમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય રાખ્યું છે. ખેડૂત અડદ અને મગનું જેટલું ઉત્પાદન કરે તેને પોર્ટલ પર રજીસ્ટર કરવાનું રહેશે, જે સરકાર એમએસપી પર ખરીદશે. કૃષિ મંત્રી એ પણ કહે છે કે, સરકાર કઠોળ અને તેલીબિયાં પર વધારે ધ્યાન આપી રહી છે જેથી તેનું ઉત્પાદન વધ્યું છે.
સસ્તું મળતું રહેશે ખાતર
વધુ વાંચો: મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, મંદિર પરિસરમાં દિવાલ ધરાશાયી, 9 બાળકોના દર્દનાક મોત
કૃષિ મંત્રી કહે છે કે સરકાર યુરિયા ખેડૂતને 266 રૂપિયે આપે છે, એ જ રીતે 50 કિલો ડીએપીના પણ ભાવ વધવા નથી દીધા. સરકાર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ખાતર જે ભાવે વેચાય છે તે જ ભાવે મળતું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.