Agriculture Minister Raghavji Patel's important statement regarding the farmers
જામનગર /
કમોસમી વરસાદથી ત્રસ્ત ખેડૂતોને મળશે રાહત, કૃષિમંત્રી રાઘવજી પટેલે કર્યું આ એલાન
Team VTV02:52 PM, 28 Dec 21
| Updated: 03:01 PM, 28 Dec 21
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવશે, જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા જણાવ્યું છે.
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર
જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનુ નિવેદન
મહેસુલ ખાતાને સાથે રાખી જરૂરી કાર્યવાહી કરાશે
ગુજરાતમાં ખેડૂતો મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વું નિવેદન આપ્યું છે, તેમણે રાજ્યભરમાં માવઠાના મારથી અસરગ્રસ્ત ખેડૂતોના નુકસાનીનો સર્વે કરવામાં આવશે તેવું જણાવ્યું છે. જામનગરમાં એક કાર્યક્રમ દરિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે પાક નુકસાનીનો સર્વે કરવામાં આવશે એટલું જ નહીં ક્યાં કેટલી નુકસાની થઈ તે જાણી સર્વેના તારણ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
મહેસુલ ખાતાને સાથે રાખી જરૂરી કાર્યવાહી કરાશે
કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે જમીન રી-સર્વે વિચારણા માંગતો પ્રશ્ન છે આ માટે મહેસુલ ખાતાને સાથે રાખીને જરૂરી કાર્યવાહી કરાશે. મહત્વું છે કે ક્ષાણ નિયંત્રણ શાળાના ભ્રષ્ટાચાર મુદ્દે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર છુપાવવાનોૌ કોઈ આસય નથી, જિલ્લા પંચાયતના પ્રમુખના આક્ષેપોની તપાસ કરવામાં આવશે તેવું રાઘવજી પટેલે આશ્વાસન આપ્યું હતું.
જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનુ નિવેદન
રાજ્યમાં ખેડૂતોને દયનિય સ્થિતિ જોવા મળે છે ત્યારે વધુ પડતો વરસાદ ખેડૂતોના મબલખ પાકને નુકસાન પહોંચાડે છે તો ક્યારે વરસાદ ન થતા ખેડૂતોને પાણીની સિંચાઈ માટે વલખા મારવા પડે છે, આ વખતે ચોમાસાની સિઝનમાં વધુ વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે શિયાળામાં પણ માવઠું અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો શિયાળું પાક એડે ગયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક ખરાબ થઈ જતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કુષિમંત્રીએ ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરવામાં આવશે તેવું જણાવ્યું છે.