બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 05:41 PM, 14 April 2023
ADVERTISEMENT
રાજ્યમાં કમોસમી વરસાદ કારણે પાકમાં મોટા પાયે નુકસાન થયું છે તેમજ વલસાડમાં કેરીનો મોટા પાયે નુકસાન થયું છે. વલસાડમાં કેરીના પાકને થયેલા નુકસાન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
રાજ્યમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, કેરીના પાકને થયેલા નુકસાની અંગે સરકારને રજૂઆત મળી છે. નુકસાની બાબતે સરકારે ગંભીર નોંધ લીધી છે. તેમણે કહ્યું કે, નુકસાન મામલે રિપોર્ટ રજૂ થયા બાદ સરકાર કાર્યવાહી કરશે.
વલસાડમાં કેરીના પાકને થયેલા નુકસાન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન, કેરીના પાકને નુકસાની બાબતે સરકારે ગંભીર નોંધ લીધી છે, નુકસાન મામલે રિપોર્ટ રજૂ થયા બાદ સરકાર કરશે કાર્યવાહી#gujarat #valsad #mangoes #raghavjipatel #vtvgujarati pic.twitter.com/BLo8msuvbc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 14, 2023
'સરકાર આ બાબતે ગંભીરતા પૂર્વક અભ્યાસ કરી રહી છે'
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વલસાડમાં કેરીના પાકને હવામાનના કારણે નુકસાન થયું છે જે બાબતે સરકારને રજૂઆત મળી છે. સરકાર આ બાબતે ગંભીરતા પૂર્વક અભ્યાસ કરી રહી છે અને અમને સહાનુભૂતિ પૂર્વક અહેવાલ મળશે ત્યારે અમે વિચારણા કરશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.