બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Agriculture Minister Raghavji patel big statement in the Assembly regarding agricultural compensation assistance

અહેવાલ / ખેડૂતોની દિવાળી સુધરશે.! પાક નુકસાની સહાય અંગે વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજીનું મોટું નિવેદન

Vishnu

Last Updated: 04:48 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમાં બીજા પ્રશ્ન પર ટૂંકી મુદ્દતની ચર્ચામાં ડિસાના ધારાસભ્ય શસિકાંત પંડ્યા બનાસકાંઠા, જામનગરમા થયેલા કૃષિ નુકસાન અંગે સરકારને પ્રશ્ન પૂછ્યો હતો.

 • બનાસકાંઠા, જામનગરમા કૃષિમા નુકશાન પર ટૂંકી મુદ્દતની ચર્ચા
 • ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
 • કૃષિમા નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમા આવી જશે

રાજ્ય (Gujarat)માં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ગત જુલાઇ મહિનામાં ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. આ ચોમાસા દરમિયાન વરસાદથી પ્રભાવિત 9 જિલ્લાઓમાં સર્વે પુર્ણ કરી દેવામાં આવ્યો છે. સરકારને તમામ રિપોર્ટ સોંપી દેવાની તજવીજ પણ હાથ ધરાઇ છે. 

કૃષિમાં નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમાં આવી જશે: કૃષિમંત્રી રાઘવજી પટેલ
તે બાદ વરસાદના બીજા રાઉન્ડમાં બનાસકાંઠા, જામનગરમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. જેની ચર્ચા આજે વિધાનસભા સત્રમાં કરવામાં આવી હતી. આ બંને જિલ્લાઓના ખેડૂતોને પણ સહાયનો ટેકો મળે તેવી રજૂઆત કરવામાં આવી. જેના જવાબમા વિધાનસભામાં રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે કૃષિમાં નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમાં આવી જશે. ખેડૂતોને નિયમ મુજબ સહાય આપવામાં આવશે તેવો કૃષિમંત્રીએ દાવો પણ કર્યો છે.

33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે
રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે.

નર્મદા જિલ્લાના 547 ગામમાં સર્વે થયો

 • નર્મદા કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયો
 • નર્મદા જિલ્લામાં ૨૦ જેટલી ટીમોએ સર્વે કર્યો

છોટાઉદેપુરના 880 ગામો પાક નુકસાનીનો સરવે કરાયો

 • 1,30, 555 હેક્ટર વિસ્તારમાં સરવેની કામગીરી થઈ
 • છોટાઉદેપુર જિલ્લામાં 40 જેટલી ટીમોએ સર્વે કર્યો

નવસારીમાં 387 ગામોમાં સરવેની કામગીરી કારાઈ

 • 9457 હેકટર વિસ્તારમાં સર્વે થયો, 70 જેટલી ટીમોએ સર્વે કર્યો
 • નવસારી જિલ્લામાં 3014 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન 
 • નવસારી જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ 

પંચમહાલ જિલ્લાના 39 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ

 • 830 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પુરી 
 • પંચમહાલના 525 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકશાન 
 • સૂરત જિલ્લામાં 96 ગામમાં સર્વની કામગીરી પૂર્ણ 
 • 235 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પૂર્ણ
 • 163 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન 

વલસાડ જિલ્લાના 283 ગામ સર્વેની કામગીરી પૂર્ણ

 • 6348 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં
 • 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન 

તાપી જિલ્લામાં 256 ગામમાં સર્વેની કામગીરી પુરી 

 • 744 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરાઈ
 • ફૂલ 430 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધું નુકસાન 

ડાંગ જિલ્લામાં 310 ગામમાં સર્વેની કામગીરી પુરી

 • 20,807 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પુરી
 • 830 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધું નુકસાન 

ક્ચ્છ જિલ્લામાં 352 ગામોમાં સર્વેની કામગીરી થઈ

 • 13,979 હેકટર વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો

કુલ ૧૨૦ સર્વે ટીમ લાગી હતી કામે
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, કચ્છ મળી કુલ 9 જિલ્લાઓના ૩૮થી વધુતાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા હતા.અસરગ્રસ્ત તાલુકાઓના કુલ ૧૨૦ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરીએ લાગી હતી. આશરે 4000થી વધુ ગામડામાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે.

કૃષિ ક્રેડિટના રિપોર્ટમાં શું થયો હતો ખુલાસો?
ગુજરાતના ખેડૂતોના રિપોર્ટકાર્ડમાં પરિસ્થિતિ કંઇક અલગ જ સામે આવી છે. બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોનું દેવું વધ્યું છે. ગુજરાતના ખેડૂતોની લોન પણ વધી છે. ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. કૃષિ ક્રેડિટના રિપોર્ટ પ્રમાણે બે વર્ષમાં કૃષિ ક્રેડિટ 32 ટકા વધી છે. તો એગ્રીકલ્ચર ક્રેડિટ હેઠળની લોન 45 ટકા વધી છે.2019-20માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ 73 હજાર 228 કરોડ હતી જે 2021-22માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ વધીને 96 હજાર 963 કરોડ થઇ. ખાતા દીઠ એગ્રિકલ્ચર લોન 1.71 લાખથી વધી 2.48 લાખ રૂ. થઇ ગઈ છે. બે વર્ષમાં ખેડૂતોના ખેતીને લઇને પડકારો પણ રહ્યાં છે. તૌકતે વાવાઝોડાથી લઇને અનરાધાર વરસાદે ખેતરોને તબાહ કર્યા છે. વળતરના નામે પણ ખેડૂતોના કહેવા પ્રમાણે ખાસ સહાય મળતી નથી. તેવામાં બે વર્ષમાં ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ,ખાતર કે પછી જરૂરી દવાઓના ખર્ચમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Crop damage assistance Raghavji Patel gujarat rain ખેડૂત સહાય ગુજરાત વરસાદ આગાહી પાક નુકસાની સહાય રાઘવજી પટેલ Raghavji patel on khedut sahay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ