બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:34 PM, 24 May 2024
ખેડૂતો હવે ધીરે-ધીરે પરંપરાગત ખેતીથી અલગ આધુનિક રીતે નવા પાકો ઉગાડવા તરફ વળી રહ્યા છે. આ તેમની માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે અને સાથે જ કુદરતી સંસાધનોની પણ ઘણા અંશે બચત થઈ રહી છે. ત્યારે ખેડૂતો નવી ખેતીની ટેકનીકો અપનાવીને ઘણો નફો કમાઈ રહ્યા છે. ત્યારે આજે વાત કરીએ શિમલા મરચા (કેપ્સિકમ)ની ખેતી વિશે, તો તેની ખેતી કરીને સારો નફો કમાઈ શકાય છે.
ADVERTISEMENT
શિમલા મરચાની ખેતી ખેડૂતોની સારી આવકનો સ્ત્રોત બની રહી છે. આ પાક ખેડૂતોને માત્ર 2-3 મહિનામાં જ બમ્પર કમાણી કરાવી શકે છે. ભારતમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ તથા કર્નાટક જેવા રાજ્યોમાં આની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. જુલાઈમાં આની ખેતી કરીને ખેડૂતો બમ્પર નફો કમાઈ શકે છે.
ADVERTISEMENT
શિમલા મરચાની ખેતી માટે સામાન્ય તાપમાન સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ છોડ વધુમાં વધુ 40 ડિગ્રી અને ન્યુનતમ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી જીવી શકે છે. શિમલા મરચા (કેપ્સિકમ)ની ખેતી માટે સૌથી યોગ્ય જુલાઈ મહિનો માવામાં આવે છે. જયારે કેટલાક પ્રદેશોમાં ખેડૂતો શિમલા મરચાની ખેતી સપ્ટેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પણ કરતા હોય છે.
શિમલા મરચાના સારા પાક માટે જમીન ચીકણી માટી હોવી જરૂરી છે. આ સિવાય આની ખેતી માટે યોગ્ય પાણીનો નિકાલ થઈ શકે એવી જમીન હોવી પણ જરૂરી છે. આની ખેતી માટે જમીનનું pH 6 થી 7ની વચ્ચે હોવું જોઈએ. છોડ રોપ્યા પછી 70 દિવસની અંદર જ શિમલા મરચા છોડ પરથી ઉતારવા માટે તૈયાર થઈ જાય છે. એટલે કે 70 દિવસ પછી તમે છોડ પરથી શિમલા મરચા તોડીને બજારમાં વેચી શકો છો.
એક હેક્ટરમાં શિમલા મરચાની ખેતી કરો, હવામાન પણ સારું હોય, તો એક સિઝનમાં લગભગ 3-4 ગણો નફો પણ કમાઈ શકાય છે. શિમલા મરચાની ખેતી કરતા એક ખેડૂતે જણાવ્યું હતું કે તેણે બે એકરની જમીનમાં 2 લાખના ખર્ચે શિમલા મરચાની ખેતી કરી હતી, અને લગભગ 4 લાખ રૂપિયાનો પાક વેચ્યો છે અને હજુ પાક આવવાની ધારણા છે.
ખેડૂતો તેમના ખેતરોમાં કેલિફોર્નિયા વન્ડર, યલો વન્ડર કેપ્સિકમ, પુસા દીપ્તિ કેપ્સિકમ, સોલન ભરપૂરનું વાવેતર કરીને માત્ર 70 થી 80 દિવસમાં જંગી નફો મેળવી શકે છે. શિમલાની માર્ચની બજારમાં ભારે માંગ રહે છે અને એના ભાવ પણ સારા હોય છે. તેની ખેતીમાં જે ખર્ચો આવે છે એને બાદ કરતા ઘણી બચત થાય છે. શિમલા મરચાની ખેતીમાં ટપક પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે. જેથી પાણી પણ ઘણું બચે છે.
વધુ વાંચો: સેન્સેક્સ 75 હજારને પાર તો નિફ્ટી પણ ઓલ ટાઇમ હાઇ, ચૂંટણીના માહોલ વચ્ચે શેર બજારે સર્જ્યો ઇતિહાસ
આજકાલ બજારમાં શિમલા મરચા ખૂબ જ મોંઘા વેચાય છે. તેની કિંમત હંમેશા 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો રહે છે. ઘણી વખત છૂટક મોંઘવારી વધવાને કારણે બજારમાં શિમલા મરચાની કિંમત 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. જેના કારણે તેની ખેતી કરતા ખેડૂતોના નફામાં નોંધપાત્ર વધારો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.