બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તલ અને સોયાબીનના પાકમાં થશે બમ્પર ઉત્પાદન, વાવણી પહેલા કરો આ ખેતી કાર્યો

ખેતી / તલ અને સોયાબીનના પાકમાં થશે બમ્પર ઉત્પાદન, વાવણી પહેલા કરો આ ખેતી કાર્યો

Last Updated: 06:53 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે તલ અને સોયાબીનના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

તલના પાકમાં ખેતી કાર્યો

 • મૂળખાઈ તથા સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હારજીયાનમનોબીજને પટ આપવો.
 • તલ: ગુજરાત-૧,૨,૪(સફેદ) અથવા ગુજરાત તલ-૧૦ (કાળા)નું વાવેતર કરવું. આંતરપાક પદ્ધતિમાં એક હાર તુવેર વચ્ચે બે હાર તલનું વાવેતર કરવું.
WhatsApp Image 2024-06-13 at 6.04.25 PM
 • તલનું બીજ ઝીણું હોવાથી વાવણી વખતે તેમાં રેતી ભેળવીને વાવેતર કરવું. એક હેક્ટરના વાવેતર માટે ૨.૫ થી ૩ કિ.ગ્રા. બીજ પુરતુ છે.
 • એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપીને વાવેતર કરવું.
 • તલના પાકમાં ૫૦ કિલો નાઈટ્રોજન અને ૨૫ કિલો ફોસ્ફરસ આ ઉપરાંત ૧૫ કિલો ગંધક, જીપ્સમ કે સીંગલ સુપર ફોસ્ફેટ આપવું.
 • બીજના સારા ઉગાવા માટે બીજને ૨ થી ૩ સે.મી. ઉંડાઈએ વાવણી કરવી.
 • બીજ નાના હોવાથી સાથે રેતી ભેળવી વાવણી કરવી.
 • સારા ઉગાવા માટે જમીનને પોચી અને ભરભરી બનાવો અને ઢેફા બીલકુલ હોવા જોઈએ નહીં.
farmer25.jpg

સોયાબીનના પાકમાં ખેતી કાર્યો

 • બિયારણનો દર ૫૦ થી ૬૦ કિલો હેક્ટર દીઠ રાખવો.
 • એન.આર.સી.-૩૭, અહલ્યા-૪, ગુ.સો.-૧, જીજેએસ-૩ અને દ.ગુ. માટે ગુ.સો- ૨,૩ કેડીએસ-૩૪૪નું વાવેતર કરો.

વધુ વાંચો: ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે, ચોમાસુ નબળું પડતા વરસાદમાં વિલંબ

 • હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૩૦-૬૦-૦૦ કિલો એન.પી.કે. આપવું.
 • વધુ ઉત્પાદન મેળવવા માટે ૨૫ કિ.ગ્રા. બિયારણ દીઠ ૨૫૦ ગ્રામ રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે.
 • સોયાબીન-દિવેલા રીલે પાક પદ્ધતિ અપનાવી જોખમ ધટાડો.
 • ઓછા વરસાદવાળા વિસ્તાર માટે સોયાબીન-૧,૨,૩ નું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

સંકળાયેલા મુદ્દાઓ

Agriculture Sesame Farming Farmers Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ