હડતાળ / કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, ખેડૂતોને મોકલ્યો લેખિત પ્રસ્તાવ, હવે તેમના જવાબની રાહ

agricultural law farmers protest day 17 round up delhi border modi government

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સીમાઓ પર ખેડૂતો સતત વિરોધ કરીને આજે ભૂખ હડતાળ પર છે. આંદોલનને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ ઉકેલ આવ્યો નથી, એવામાં આજે એક દિવસીય ભૂખ હડતાળ કરાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઉપવાસ કરીને તેમનો સાથ આપ્યો છે. બીજી બાજુ હવે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ કહ્યું છે ખેડૂતો જીદ પર અડ્યાં રહેશે તો સમાધાન નહીં આવી જાય. આ બાજુ હરિયાણાના કબડ્ડીના ખેલાડીઓએ ખેડૂતોના સમર્થનમાં અર્જુન એવોર્ડ પરત આપવાની પણ ચીમકી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ