યુવકે ફેસબુક LIVE કરીને લગાવી દીધી ફાંસી, કોઇએ પોલીસને ના આપી જાણકારી

By : krupamehta 05:28 PM, 12 July 2018 | Updated : 05:28 PM, 12 July 2018
ઉત્તર પ્રદેશના આગરામાં એક 24 વર્ષીય યુવકે ફેસબુક LIVE કરીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના બુધવારે સવારની છે. આ ઘટનાને ફેસબુક લાઇવ પર 2750 લોકો જોઇ રહ્યા હતા, પરંતુ કોઇએ એની જાણકારી પોલીસને આપી નહીં. મૃતકની ઓળખ મુન્ના કુમારના રૂપમાં થઇ છે. 

જાણવા મળી રહ્યું છે કે ભારતીય સેનામાં ભરતી થવામાં વિફળ થવાના કારણે મુન્ના કુમારે આત્મહત્યા કરી છે. એને ફેસબુક લાઇવમાં આ વાતનો સ્વિકાર કર્યો કે એ ભારતીય સેનામાં ભરતી થવામાં વારંવાર નિષ્ફળ થવાના કારણે આવું પગલું ભરી રહ્યો છે. 

આ ઉપરાંત અવાવા મુન્ના કુમાર બે પેજની સ્યુસાઇડની નોટ પણ મૂકીને ગયો છે, જેમાં એને પોતાના સંઘર્ષ માટે લખ્યું છે. સાથે જ પોતાના માતા પિતાની માફી માંગી છે. આ ઘટનાને લઇને ફેસબુક લાઇવ પર 2750થી વધારે લોકો જોઇ રહ્યા હતા, પરંતુ એને લઇને કોઇએ પોલીસ અથવા એના પરિવારને એલર્ટ પણ ના કર્યા. 

ફેસબુક લાઇવ પર આત્મહત્યાની આ પહેલી ઘટના નથી. આ પહેલા ગત વર્ષે થાઇલેન્ડમાં એક પિતાએ પોતાના 11 મહિનાની દિકરીને મારી નાંખી અને એને ફેસબુર પર લાઇવ સ્ટ્રીમ કર્યું હતું. 
 Recent Story

Popular Story