એક્સીડન્ટ / આગ્રામાં મોટી દુર્ઘટનાઃ સડક કિનારે સૂતેલા લોકો પર ચઢી ટ્રક, 5ના મોત, 2 ગંભીર રીતે ઘાયલ

agra speeding truck mows down five sleeping by side national highway

તાજનગરી આગ્રામાં સિકંદરા વિસ્તારમાં નેશનલ હાઈવે-2 પર સડક કિનારે સૂઈ રહેલા લોકો પર બેકાબૂ ટ્રક ચઢી હતી. મંગળવારે મોડી રાતે આ દર્દનાક ઘટનાએ 5 લોકોનો જીવ લીધો હતો. 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે અને ટ્રકને પણ કબ્જે કર્યો છે. દરેક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ