બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:00 PM, 6 October 2024
આજકાલ છોકરાઓ નાની ઉંમરે પરિપક્વ થવા લાગ્યાં છે અને તેમાંય મોબાઈલ અને ઈન્ટરનેટે તો દાટ વાળ્યો છે. સતત મોબાઈલ જોવાને કારણે એક છોકરો તો હદ બહાર ગયો અને તેણે પોતાના ગુરુ પાસે અઘટિત માગ કરી નાખી. યુપીના આગ્રામાં બનેલી આ ચોંકાવનારી ઘટનામાં 10મા ધોરણમાં ભણતા એક છોકરાએ તેના લેડી ટીચર પાસે સેક્સની માગ કરી હતી. પોતાના શિષ્યની આવી વાત સાંભળીને મહિલા ટીચરને ભારે આઘાત લાગ્યો અને તેમણે છોકરાને ખખડાવ્યો હતો અને ફરી આવું ન બોલવાની કડક ચેતવણી આપી હતી.
ADVERTISEMENT
महिला को बहला-फुसलाकर अपने साथ ले जाकर दुष्कर्म कर महिला के आपत्तिजनक फोटो व वीडियो बनाकर वायरल करने की घटना में संलिप्त 04 अभियुक्तों की #थाना_शाहगंज, #सर्विलांस व #एसओजी की संयुक्त पुलिस टीम द्वारा गिरफ्तारी करने के सम्बन्ध में @DCPCityAgra द्वारा दी गई बाइट। https://t.co/BvOUAwmo9O pic.twitter.com/Zxpu0nz5b7
— POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) October 5, 2024
અશ્લીલ વીડિયો રેકોર્ડ કરીને સેક્સનું દબાણ
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે જણાવ્યું કે શિક્ષકનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા અને તેને બ્લેકમેલ કરવા બદલ ચાર વિદ્યાર્થીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મથુરાની એક શાળામાં કામ કરતી એક મહિલા શિક્ષક આગ્રાના 10મા ધોરણના વિદ્યાર્થીને ટ્યુશન કરાવી રહી હતી. આ દરમિયાન ધીરે ધીરે વિદ્યાર્થીએ મહિલા શિક્ષક સાથે ગાઢ સંબંધ કેળવ્યો હતો અને ગુપ્ત રીતે તેના ફોન પર તેનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. બાદમાં તેણે વીડિયોનો ઉપયોગ કરીને તેને બળજબરીથી સેક્સ માટે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.
#PoliceCommissionerateAgra
— POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) October 5, 2024
महिला को बहला-फुसलाकर अपने साथ ले जाकर दुष्कर्म कर महिला के आपत्तिजनक फोटो व वीडियो बनाकर वायरल करने की घटना में संलिप्त 04 अभियुक्तों को #थाना_शाहगंज, #सर्विलांस व #एसओजी की संयुक्त पुलिस टीम ने किया गिरफ्तार।#UPPolice pic.twitter.com/lW1FlC5Paw
વોટ્સએપ-ઈન્સ્ટાગ્રામ પર કર્યો વાયરલ
મહિલા ટીચરને ઘણો આઘાત લાગ્યો પરંતુ આખરે તેમણે વિદ્યાર્થીને કડક ચેતવણી આપીને છોડી મૂક્યો અને તેની અઘટિત માગ ફગાવી દીધી આ પછી તેનો નંબર પણ બ્લોક કરી દીધો. વિદ્યાર્થીએ હવે તેના ત્રણ મિત્રોને ટીચરનો અશ્લીલ વીડિયો મોકલી દીધો અને મિત્રોએ વીડિયોને આગળ શેર કરીને વોટ્સએપ પર ફેલાવ્યો હતો એટલું જ નહીં પરંતુ તેને વાયરલ કરવા માટે એક ઈન્સ્ટાગ્રામ પેજ પણ બનાવ્યું હતું.
વાયરલ થતાં ટીચરને આવ્યો આપઘાતનો વિચાર
પોતાનો સેક્સ વીડિયો વાયરલ થતાં લેડી ટીચરને શરુઆતમાં આપઘાતનો વિચાર આવ્યો હતો પરંતુ આખરે તેમણે મન બદલ્યું અને મિશન શક્તિ અભિયાન કેન્દ્રની મદદ માંગી અને પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
વધુ વાંચો : બેડ ટાઈમ વધશે, નપુંસકતાનું નામોનિશાન નહીં, બમણા બાપ બનશો, ભોજનમાં સામેલ કરો આ ચીજ
ઘણા પ્લેટફોર્મ પરથી વીડિયો હટાવાયો
આગ્રાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સૂરજ રાયે પુષ્ટિ કરી હતી કે ચાર આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસને ઘણા પ્લેટફોર્મ પરથી વીડિયો હટાવવામાં સફળતા મળી છે. પોલીસે શિક્ષકને ખાતરી આપી છે કે તેની ઓળખ સુરક્ષિત કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.