બસ હાઈજેક પ્રકરણ / આગ્રા બસ હાઈજેકના માસ્ટર માઈન્ડ પ્રદીપને વાગી ગોળી, પોલીસ સાથે થઈ હતી અથડામણ

agra bus hijack mastermind pradeep gupta sustained bullet injury during police encounter

આગ્રામાં મુસાફરો ભરેલી બસને હાઈજેક કરનારા માસ્ટર માઈન્ડ પ્રદીપ ગુપ્તાની ગુરુવારે સવારે પોલીસ સાથે અથડામણ થઈ છે. મળતી જાણકારી મુજબ પ્રદિપ ગુપ્તાને ગોળી વાગી છે. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મનાઈ રહ્યું છે કે ફતેહાબાદ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન અથડામણ થઈ હતી. બાઈકથી ભાગી રહેલા પ્રદીપ ગુપ્તાને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ન રોકાયો અને તેણે પોલીસ પર ગોળી ચલાવી હતી અને જવાબમાં પોલીસે ગોળી ચલાવી હતી. જેમાં તે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ