બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દબંગોએ જીવતો દફનાવ્યો, બાદમાં રખડતા શ્વાનોએ માટી ખોદીને બહાર નીકાળ્યો, કહાની છે હ્રદયદ્વાવક

ચોંકાવનારો કિસ્સો / દબંગોએ જીવતો દફનાવ્યો, બાદમાં રખડતા શ્વાનોએ માટી ખોદીને બહાર નીકાળ્યો, કહાની છે હ્રદયદ્વાવક

Last Updated: 11:08 AM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં ગુંડાઓએ એક વ્યક્તિને જીવતો દફનાવ્યો, રખડતા શ્વાનોએ બચાવી જાન. જાણો હચમચાવી દેનાર ઘટના.

યુપીના આગ્રામાં ગજબ ઘટના જોવા મળી હતી. જેમાં કેટલાક ગુંડાઓ દ્વારા એક વ્યક્તિને માર મારી દાટી દેવામાં આવ્યો હતો, જેને કૂતરાઓએ ખોદીને બચકા ભરતા હોશ આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જીવીત દાટી દીધો

ઉત્તરપ્રદેશના આગ્રામાં હચમચાવી નાખે તેવી ઘટના બની છે. જેને લઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.  જેમાં પીડિતે જણાવ્યુ હતુ કે ચાર લોકોએ તેની સાથે મારપીટ કરીને તેને જીવીત દાટી દીધો હતો. જે બાદ રખડતા શ્વાનોએ તે જગ્યાની માટી ખોદીને તેને બચકા ભર્યા હા. જેને કારણે તેને હોશ આવી જતા તેની જાન બચી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

યુવકોએ મારપીટ કરી

મળતી માહિતી અનુસાર રુપ કિશોર નામના વ્યક્તિએ પોલીસને કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે 18 જુલાઈના રોજ આગ્રાના અરટોની વિસ્તારમાં અંકિત, ગૌરવ, કરણ અને આકાશ નામના યુવકોએ તેની સાથે મારપીટ કરી હતી. અને ગળુ દબાવી મરી ગયેલ સમજીને મને ખેતરમાં દાટી દેવામાં આવ્યો હતો. રુપ કિશોરે જણાવ્યુ હતુ કે રખડતા શ્વાનોએ આ જગ્યાએ માટી ખોદીને નોચવા લાગ્યા હતા. જે બાદ મને હોશ આવતા જેમતેમ રીતે નજીકના ગામમાં જતો રહ્યો અને ગામવાળાઓએ મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

સમગ્ર ઘટનાને લઇ રુપ કિશોરની માતાનું કહેવું છે કે આરોપીઓ દિકરાને જબરદસ્તી ઘરથી ઉઠાવી ગયા હતા. અને તેની સાથે મારામારી કરીને હત્યા કરવાનો ઉદ્દેશથી ગળું દબાવી દીધું હતું. જે બાદ ખેતરમાં લઇ જઇને તેને દાટી દીધો હતો.

વધુ વાંચો : ઉદ્યોગો કેમિકલવાળું પાણી છોડે તે નહીં ચલાવી લેવાય, ગુજરાત હાઇકોર્ટની GPCBને ટકોર

આ ઘટનાને લઇ સિકંદરા પોલીસ સ્ટેશનના એસએચઓ નીરજ શર્માએ જણાવ્યુ હતુ કે ઘટનાની ફરિયાદના આધારે તમામ આરોપી સામે એફઆઈઆર કરી દેવામાં આવી છે અને હાલ તેમની શોધખોળ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

uttarpradesh news buried man alive Agra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ